ખેડબ્રહ્મા: યુવા ગ્રુપ દ્વારા ગરીબોને તાડપત્રીનું વિતરણ

- યુવા ગ્રુપ દ્વારા ગરીબોને તાડપત્રીનું ઘર
ખેડબ્રહ્મા શહેરમાં યુવા unstoppable ગ્રુપ કાર્યરત છે આ ગ્રુપ અવારનવાર ગરીબ પરિવારો ને અનેક રૂપે મદદરૂપ થતું હોય છે. જરૂરિયાત મંદોને કપડાં વિતરણ નોટબુક વિતરણ, કરિયાણાની કીટનું વિતરણ જેવા સમાજસેવાના કાર્યો કરે છે. ચોમાસાની ઋતુમાં જેની પાસે ઘરનું ઘર નથી તેવા ગરીબ પરિવારોને તાડપત્રી નું વિતરણ પીએસઆઇ શ્રી વિશાલ બી પટેલ અને ડી.વાય.એસ.પી શ્રી રબારી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કીટ વિતરણ માં yuva unstoppable ગ્રુપના પ્રમુખ શ્રી બ્રિજેશ બારોટ, પલ્લવ રાવલ તથા યુવા ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા. હજુ પણ ઝૂંપડપટ્ટીઓમાં જરૂરિયાત મંદોને શોધીને તાડપત્રી નું વિતરણ કરવામાં આવશે તેવું યુવા પ્રમુખ શ્રી બ્રિજેશ બારોટ જણાવ્યું હતું.
ખેડબ્રહ્મા (ધીરુભાઈ)