કડી સ્વ. દિલીપભાઇ રોય સાહેબને શ્રદ્ધાસુમન

સખેદ સર્વ વિદ્યાલય હાઈસ્કૂલના પૂર્વ શિક્ષકશ્રી…. દિલીપભાઈ રૉય સાહેબ તા.19/08/20 ને બુધવારના રોજ સ્વર્ગવાસી થયા છે. સર્વ વિદ્યાલય પરિવારનું નિરાળુ
વ્યક્તિત્વ,છાત્રવૃંદના પ્રિયપાત્ર ગુરુજી, નખશિખ ચિત્રકાર, અવ્વલ કવિ – સાહિત્યકારશ્રી, શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળના સક્રિય સદસ્ય, સરળ, સહજ,સૌમ્ય તથા કલાના જીવ આદરણીય રૉય સાહેબશ્રી સદેહે લૌકિક જગતમાં ન રહ્યા. માત્ર ચિર સંસ્મરણો છોડી ગયા. સદગત આત્માને પ્રભુ પરમ શાંતિ અર્પે. મોક્ષમાર્ગ શસ્ત કરે તથા પરિવારને સાંત્વન અર્પે તેવી સહ્રદયી પ્રાર્થના. સર્વ વિદ્યાલય પરિવાર તથા શ્રી મોહનલાલ પટેલ સાહિત્ય વર્તુળ દિવંગત સાહેબશ્રીના પારિવારિક દુ:ખમાં સહભાગી બની સદગતને અંત:કરણપૂર્વક શ્રધ્ધાંજલિ પાઠવે છે.
|| ॐ શાંતિ: શાંતિ: શાંતિ: ||