સુરતનાં ઓલપાડમાંથી સરકારી અનાજનું ઝડપાયું મોટું કૌભાંડ

સુરત જિલ્લાના ઓલપાડમાંથી સરકારી અનાજનું મોટું કૌભાંડ ઝડપાઇ જવા પામ્યું છે. મધ્યપ્રદેશમાંથી અનાજનો જથ્થો લાવી કોથળા બદલી ઉચાભાવે વેચવામાં આવી રહયું હતું. ઓલપાડના બે ખાનગી મકાનોમાં આ કૌભાંડ થઈ રહયું હતું.આમઆદમી પાર્ટીના આ કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આની જાણ મામલતદાર એન.એમ.ચૌહાણ અને પુરવઠાના પ્રભુ પટેલને થતાં ઘટનાં સ્થળે પોહચી જઈ 20.85 લાખનું અનાજઆ કબજે કરી મુકેશ માગીલાલ ખતીક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.