ભાજપ ખુદ પ્રતિબંધિત ચીની ઍપ વાપરે છે: કૉંગ્રેસે આપ્યા પુરાવા
મુંબઈ: લદાખના ગલવાન ખાતે જૂન મહિનામાં ચીન દ્વારા થયેલા હુમલા ભારત સરકારે ચીની ઍપ પર પ્રતિબંધ મૂક્યો. રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આપીને આ ઍપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું. જોકે ત્યાર બાદ ખુદ ભાજપ દ્વારા આ પ્રતિબંધિત ઍપનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ટ્વિટ કૉંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે કર્યું છે. સાવંતે મહારાષ્ટ્ર ભાજપને ગદ્દાર કહ્યો છે. ભાજપે જારી કરેલું પ્રસિદ્ધિ પત્રક સચિન સાવંતે ટ્વિટ કર્યું છે.
ભાજપે પ્રસારમાધ્યો માટે ઓબીસી મોરચા કાર્યસમિતિ માટે કરવામાં આવેલી નિયુક્તિ સંદર્ભેની યાદી જારી કરી. આ યાદી કૅમસ્કૅનની મદદથી સ્કૅન કરીને પાઠવવામાં આવી હોવાનું સાવંતે કહ્યું હતું. આ યાદી નીચે કૅમસ્કૅનનો લોગો દેખાય છે. મોદી સરકારે જેના પર પ્રતિબંધ મૂક્યો છે, એ કૅમસ્કૅનનો હજી પણ ઉપયોગ થઇ રહ્યો છે, એમ પણ સાવંતે ટ્વિટરના માધ્યમથી કહ્યું હતું.