90.35 ટકા વિદ્યાર્થીઓએ ગુજકેટની પરીક્ષા આપી
અમદાવાદ: રાજ્યમાં કોરોનાના રોજના ૧૨૦૦થી વધુ કેસ વચ્ચે ગુજકેટની પરીક્ષા લેવાઈ હતી. પહેલુ પેપર ૧૦ વાગ્યે કેમેસ્ટ્રી-ફિઝિક્સનું પેપર લેવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રો પર ફરજિયાત માસ્ક અને થર્મલ ગનથી ચેક કરી જ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને પરીક્ષા લેવાઈ રહી છે. કુલ ૧,૨૭,૨૩૦ વિદ્યાર્થીઓ ૩૪ કેન્દ્રો અને ૬,૪૩૧ પરીક્ષા ખંડમાં લેવાઈ હતી. કોરોના અને ભારે વરસાદના માહોલ વચ્ચે પણ પરીક્ષામાં ૯૦.૩૫ ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તમામનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, કોરોના અને ભારે વરસાદના માહોલ વચ્ચે ગુજકેટની પરીક્ષા લેવાઈ ગઈ. ૯૦.૩૫ ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા. આવા સમયમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ કલેકટરો, શિક્ષણ વિભાગના ડીઈઓ અને ડીપીઈઓ તથા આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસના કારણે નિર્વિઘ્નપણે પરીક્ષા પૂરી થઈ તે માટે તંત્રનો આભાર માનું છું, તે પહેલા મારે વિદ્યાર્થીઓ અને વાલીઓનો આભાર માનવો છે.