ખેડબ્રહ્મા: ગુજરાત રાજ્ય ચિત્ર સ્પર્ધામાં પ્રથમ

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ દિન સ્પર્ધા રાજ્યકક્ષાકોરોના વોરીયસૅ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ખેડબ્રહ્મા તાલુકાની સંત શ્રી નથ્થુરામ બાપા જ્યોતિ વિદ્યાલય માં ધોરણ 12 માં ભણતો રૂચીત ગણપતભાઇ શાહે કોરોના warriors ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં શાહ રુચિતએ દોરેલ કોરોના વોરિયર્સ ચિત્ર રાજ્યમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ગુજરાત ગૌરવ દિન સ્પર્ધા ઇનામ વિતરણ સમારોહ શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાના અઘ્યક્ષ સ્થાને તા. 4-9-2020 ને શુક્રવાર ના રોજ બપોરે 1:00 કલાકે પ્રેક્ષા વિશ્વભારતી કોબા ગાંધીનગર ખાતે યોજવામાં આવ્યો હતો.
જેમાં ચિત્ર સ્પર્ધાનું પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી ના વરદ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ શિક્ષણ મંત્રી શ્રી શાહ રુચિત તથા જ્યોતિ વિદ્યાલય ના આચાર્યશ્રી થતા તમામ સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર ગુજરાત રાજ્યમાં શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્માનું નામ રોશન કરવા બદલ શાળાના આચાર્યશ્રી સુરેશ પટેલે તથા મંત્રીશ્રી જે.કે.પટેલે શાહ રૂચિતને અભિનંદન પાઠવ્યા હતા.
ધીરુભાઈ ખેડબ્રહ્મા