બાયડમાં દીકરીના જન્મપ્રસંગે અનોખું સ્વાગત : રેડ કાર્પેટ પાથરી દીકરીના જન્મને વધાવ્યો

બેટી બચાવો બેટી વધાવો ના આ અભિયાનને સાર્થક કરતી ઘટનામાં બાયડની હરી પાર્ક સોસાયટી માં જાંગીડ પરિવારમાં દીકરીનો જન્મ થતો અનોખી રીતે દીકરીના વધામણા કરવામાં આવ્યા હતા જેમાં નવજાત બાળકી અને માતા હોસ્પિટલ થી ધરે આવ્યા ત્યારે પરિવારના સભ્યો એ બંનેનું રેડ કાર્પેટ પાથરીને સ્વાગત કર્યું હતું . આજના યુગમાં દીકરા-દીકરી વચ્ચે ની ભેદરેખા યથાવત છે ત્યારે બાયડ માં રહેતા રમેશભાઈ (મુન્ના ભાઈ) જાંગીડના પુત્ર કુણાલની પત્નીએ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. સામાન્ય રીતે પ્રથમ બાળકી જન્મે તો ઝાઝો ઉત્સાહ દેખાતો નથી પણ આ પરિવારમાં તો ખુશાલી છવાઈ ગઈ અને દીકરીના જન્મની વધામણી કાયમી સંભારણા રૂપ બની રહે તે માટે વાજતે ગાજતે રેડ કાર્પેટ પાથરી બાળકી અને માતાનું સ્વાગત કર્યું હતું
દિનેશ નાયક , સરડોઈ