અમદાવાદ વિદ્યાર્થીઓ થકી વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા ચાલતું એલ.જે યુથ સેન્ટર

- અમદાવાદ વિદ્યાર્થીઓ થકી વિદ્યાર્થીઓ માટે અને વિદ્યાર્થીઓ દ્વારા ચાલતું એલ.જે યુથ સેન્ટર
- એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપ્લાઇડ સાયન્સ દ્વારા વિદ્યાર્થીઓ ના ઓવર ઓલ ડેવલપમેન્ટ માટે ૧ વર્ષથી કાર્યરત એલ.જે યુથ સેન્ટર
એલ.જે ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપ્લાઇડ સાયન્સ દ્વારા વિદ્યર્થીઓના ઓવર ઓલ ડેવલપમેન્ટ માટે એલ.જે યુથ સેન્ટર કાર્યરત છે.યુથ સેન્ટર ની અંદર વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ ડેવલપમેન્ટ અને યુથ ડેવલપમેન્ટ ની એક્ટિવિટી કોલેજ ના વિદ્યાર્થીઓ માટે કરે છે.આ દરેક એક્ટિવિટી વિદ્યાર્થીઓને તેમજ સામાજિક જાગૃતિ ને ધ્યાનમાં રાખી ને કરવામાં આવે છે.યુથ સેન્ટર દ્વારા ફાર્મર ટોક, એસ્ટ્રોમેલા,યુથ ડે સેલિબ્રેશન,ઈસરો વિસિટ , IPR વિસિટ જેવા નવીનતમ કાર્યક્રમો વિદ્યાર્થીઓના હિત ને ધ્યાનમાં આયોજિત કર્યા હતા.
આ ઉપરાંત યુવાનોમાં સામાજિક જાગૃતિ ફેલાય તે માટે સ્લમ એરિયા ના બાળકો સાથે ચિલ્ડ્રન ડે સેલિબ્રેશન તેમજ ૩૧ ડિસેમ્બર ની ઉજવણી વૃદ્ધાશ્રમમાં કરીને યુવાનોમાં સામાજિક જાગૃતિ ફેલાય તેવી પ્રવૃત્તિ કરે છે.આ ઉપરાંત યુથ સેન્ટર દ્વારા કોલેજનું વાર્ષિક મેગેઝિન ઉડાન પણ બહાર પાડવામાં આવે છે.જેમાં વિદ્યાર્થીઓ જાતે માર્કેટિંગ,કન્ટેન્ટ રાઇટીગ, ડીઝાઈનીગ જેવી ટેકનીકલ સ્કીલ પણ શીખે છે. કોલેજના તમામ કાર્યક્રમો નું આયોજન યુથ સેન્ટર ના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે.જેથી વિદ્યાર્થીમાં ઇવેન્ટ મેનજમેન્ટ અને લીડરશિપ જેવા ગુણો વિકસે છે.
ડો.મનીષ શાહ ,Vp (LJK)
કોલેજ કાળમાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય અને અભ્યાસ ઉપરાંત પણ વિદ્યાર્થીઓમાં જીવન જરૂરી સ્કીલ ડેવલપ થાય માટે યુથ સેન્ટર ની રચના કરવામાં આવી છે.કોલેજમાં યુથ સેન્ટર માં કરેલા કાર્યોથી ડેવલપ થયેલી સ્કીલ તેમને કોલેજ કાળ પછી બીજા વિદ્યાર્થીઓ કરતા અલગ પાડશે અને વિદ્યાર્થીઓને ખૂબ મદદરૂપ બનશે.કોલેજ દ્વારા વિદ્યાર્થીઓ ને આપવામાં આવતા આવા પ્લેટફોર્મ થી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે છે અને સતત નવી નવી પ્રવૃત્તિઓ કરવા માટે વિદ્યાર્થીઓ પ્રેરિત રહે છે.કોલેજ વિદ્યાર્થીઓના ડેવલપમેન્ટ માટે આવા પ્લટફોમૅ આપવા માટે કટિબધ્ધ છે.
હર્ષ પટેલ- સ્ટુડન્ટ કોર્ડીનેટર (યુથ સેન્ટર)
યુથ સેન્ટર માં કામ કરવાથી ઘણી નવી નવી પ્રવૃત્તિઓ કરવાની તક મળી.દરેક પ્રવૃત્તિમાં આવતા પ્રોબ્લેમ ને સોલ્વ કરતા મળતા અનુભવોથી ઘણું બધું શીખવા મળ્યું.ભણવાની સાથે સાથે યુથ સેન્ટર ની પ્રવૃત્તિઓ કરવાને લીધે અલગ જ પ્રકારનો આત્મવિશ્વાસ અમારી અંદર આવી ગયો છે.આ અનુભવો પરથી વિદ્યાર્થીઓને જાહેર જીવનમાં લોકો પાસેથી કઈ રીતે કામ લેવું તેનું નોલેજ મળે છે.અમારી અંદર રહેલા આઈડિયા ને એપ્લાઈ કરવાનું મહત્વનું માધ્યમ યુથ સેન્ટર બન્યું છે. યુથ સેન્ટર વિદ્યાર્થીકાળમાં તમારી સ્કીલ ને બહાર લાવવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ છે.
અદિતિ નાગ,રેક્રૂટમેંટ ઇન્ચાર્જ (યુથ સેન્ટર)
વિદ્યાર્થીમાં અભ્યાસ ઉપરાંત પડેલી કેટલીક આંતરિક સ્કીલ ને બહાર લાવવા માટે યુથ સેન્ટર ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને યુથ સેન્ટર દ્વારા ખૂબ પ્રોત્સાહન મળ્યું છે.વિદ્યાર્થીઓ ની અંદર રહેલી અમુક સ્કીલ જેમનાથી તે પોતે પણ અજાણ છે તેવી સ્કીલ યુથ સેન્ટર જેવા પ્લટફોમૅ થી બહાર લાવી શકાય છે.દરેક નવી નવી પ્રવૃત્તિને અંતે વિદ્યાર્થીઓ ના આત્મવિશ્વાસમાં વધારો થાય છે.યુથ સેન્ટર સાથે જોડાઈ ને વધારેમાં વધારે વિધાર્થીઓ પોતાની આગવી પ્રતિભાને આકાર આપે તેવી મારી આશા છે.
કૌશલ મહેતા,રેક્રૂટમેંટ ઇન્ચાર્જ (યુથ સેન્ટર)
એલજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સિસના વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રકારની પ્રતિભા છે જેમને શ્રેષ્ઠ બનાવવા માટે માર્ગદર્શન અને પોષવાની જરૂર છે. એલ.જે યુથ સેન્ટર દ્વારા આ હેતુ માટે નિર્ધારિત વિદ્યાર્થીઓનું જૂથ બનાવવા માટે આ પહેલ કરી છે. યુથ સેન્ટર રેક્રૂટમેંટ વિદ્યાર્થીઓને ઓળખવા અને પ્રોત્સાહન આપવાની સાથે સાથે તેમની પોતાની શક્તિ અને ક્ષમતાઓના આધારે માર્ગદર્શન આપવાનું કામ કરે છે. આ હેતુ માટે યુથ સેન્ટર માં જોડાવા માટે ઉત્સુક એવા વિદ્યાર્થીઓ સાથે યુથ સેન્ટર રેક્રૂટમેંટ ઇન્ચાર્જ મળ્યા હતા અને તેના આધારે તેમની ક્ષમતાઓનું મૂલ્યાંકન કર્યું. આ આકારણીઓના આધારે તેમને વિવિધ ભૂમિકા સોંપવામાં આવી.આ મારા માટે એક ખૂબ જ રસપ્રદ અનુભવ હતો
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા