લાઠી તાલુકા પ્રાથમિક શાળા ખાતે પોષણ માસની ઉજવણી

લાઠી તાલુકા પ્રાથમિક શાળા ખાતે પોષણ માસ ઉજવણી નો આજ રોજ તા.૨૧/૦૯/૨૦૨૦ ના લાઠી તાલુકા શાળા નં -૩ ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં ICDS પોગ્રામ ઓફિસર એમ.બી.બારોટ,તથા તાલુકા વિકાસ અધિકારી મકવાણા સાહેબ CDPO કે.આર.ભટ્ટ તથા ICDSઘટક સ્ટાફ ભાવેશભાઈ માંગરોલીયા,વિમલભાઈ જીણજા, અજયભાઈ ગોહિલ, કેવલભાઈ ઠાકર તથા સહક્રમિ સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.
કિશોરી દ્વારા પોષણ તોરણ, વાનગી સ્પર્ધા, પોષણ સલાડ, પોષણ પરીનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તથા માન. જીલ્લા પ્રોગ્રામ ઓફિસર દ્વારા કિશોરી તથા સગર્ભા માતાઓ ને પોષણ અંગે સમજુતી સાથે સહી પોષણ દેશ રોશન સુત્ર ને સરીતાર્થ કરવા તેમજ અતિ કુપોષિત બાળકો સત્વરે પોષણ યુક્ત બને તેવો સંકલ્પ કરવામાં આવેલ સાથેજ પોષણ વોરીયર્સનું સન્માન પણ કરાયું હતું જેમાં લાઠી ઘટક ના આગણવાડી વર્કર/હેલ્પર બહેનો દ્વારા સમગ્ર કાર્યક્રમ ભારે જહમત ઉપાડી સફળ કર્યો.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા