સંગઠનની ખુમારી વેચશો નહી, વેચીશુ તો સંગઠનને અસર થશે : પ્રમુખ કિરીટ પટેલ

સંગઠનની ખુમારી વેચશો નહી, વેચીશુ તો સંગઠનને અસર થશે : પ્રમુખ કિરીટ પટેલ
Spread the love

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સંકલન સમિતિની બેઠક જિલ્લાસંઘના પ્રમુખ કિરીટભાઇ પટેલની અઘ્યક્ષતામા ઉમરપાડાની ઉત્તર બુનિયાદી વિદ્યાલય, બિલવણ મુકામે રાખવામાં આવી હતી. આ સંકલનની બેઠકમાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, વિશ્વજીતભાઈ ચૌધરી, એરિક ભાઈ ખ્રિસ્તી , મોહનસિંહ ખેર, અનિલભાઈ ચૌધરી, બળવંત પટેલ, પ્રફુલભાઇ પટેલ, દિનેશ ભટ્ટ, ઇમરાન ખાન પઠાણ, દરેક તાલુકા સંઘના પ્રમુખ- મંત્રી હાજર રહ્યા હતા.

શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન રામસીંગભાઇ વસાવાએ કર્યું હતુ. ઉપસ્થિત જિલ્લા સંઘ તેમજ નવા વરાયેલા તાલુકા સંઘના પ્રમુખ-મંત્રીનુ સાલ ઓઢાડી મહાનુભવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ. કિરીટભાઈ પટેલ પોતાના પ્રવચનમા જણાવ્યું કે સંગઠનની ખુમારી (ખુદ્દારી) વેચશો નહી, વેચીશુ ત્યારે સંગઠનને અસર થશે. કેટલાક વિધ્નસંતોંસી અન્ય સંગઠનની વાત કરે છે. પરંતુ મારાં જિલ્લામા આવુ કોઈ સંગઠન નથી.

જે બદલ દરેક શિક્ષકોનો આભાર માન્યો હતો. તેઓ એ એકમ કસોટી અંગે વાત કરી , જૂથ વીમા તેમજ જી પી એફ ની આખરી ઉપાડ બાબતે ચેક લિસ્ટ મુજબ જ માહિતી મોકલવી જેથી સરળતા રહે એમ જણાવ્યું હતું.તથા પગારની ગ્રાન્ટ બાબતે સરકારશ્રી નો આભાર માન્યો હતો. આ ઉપરાંત ઉચ્ચતર પગાર ધોરણ અને એચ ટાટ ના આર આર પ્રશ્ને વિસ્તૃત ચર્ચા કરી હતી આભારવિધિ પ્રફુલભાઈ એ કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ફુલસિંગ વસાવાએ કર્યું હતુ.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ સુરત)

IMG-20200930-WA0011.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!