ડભોઇ : ચીમનભાઈ પટેલ વિદ્યાસંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી
ડભોઇની ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ના વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઇન ગાંધી જયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી ના ભાગરૂપે વિદ્યાર્થીઓ પોતાના ઘરે રહી પોતાના રહેણાંક વિસ્તાર,જેમકે સોસાયટી,ફળિયા માં સાફસફાઈ કરી પોતાના આંગણા માં ગાંધીજી ની રંગોળી તૈયાર કરવાનું પ્રોજેક્ટ આપવામાં આવ્યું હતું.ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ના આચાર્ય ડો.સંતોષ દેવકરે પોતાની શાળા ના વિધર્થીઓ ને તેમના રહેણાંક વિસ્તાર માં સાફસફાઈ કરી ગાંધીજી ની રંગોળી તૈયાર કર્યા બાદ સેલ્ફી ફોટો લઇ પોતાના ક્લાસ ટીચર ને મોકલવા જણાવ્યું હતું. ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ માં વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા, પવિત્રતા, અને સારા સંસ્કારના ગુણોનું સિંચન થાય તે માટે શાળા સતત પ્રયત્નશીલ રહી છે.
હાલ ચાલી રહેલા કોરોના કાળ દરમિયાન જયારે તમામ શાળા ઓ બંધ છે ત્યારે ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ દ્વારા 2જી ઓક્ટોબર ના રોજ ગાંધી જયંતિ વિદ્યાર્થીઓ પોતાના ઘરે રહી ને જ ઉજવે તે હેતુ થી આ પ્રોજેક્ટ નું આયોજન કરવામાં આવ્યું હોવાનું આચાર્ય સંતોષ દેવકર દ્વારા જણાવવા માં આવ્યું હતું.અને કે.જી થી લઇ 10 ધોરણ સુધી ના વિદ્યાર્થીઓ એ આ પ્રોજેક્ટ સફળતા પૂર્વક પાર પાડ્યો હતો.શાળા ના આ અભિયાન ની વાલીઓ એ ખુબ પ્રશંસા કરી હતી.આ અભિયાન નો હેતુ એ હતો કે વિદ્યાર્થી સ્વયં પોતાનું કામ કરી પોતાનું આંગણું સાફ રાખે સ્વચ્છ રાખે અને ગાંધી જી ના સત્ય અને અહિંસા ના શબ્દો ને પોતાના જીવન માં ઉતારે જે તેઓને ભવિષ્ય માં ખુબ આગળ લઈ જાય તે હેતુ થી સફળતા પૂર્વક આ પ્રોજેક્ટ પાર પાડ્યો હતો.