માસ્કના અભાવ સંદર્ભે થરાદ નગરના સંયોજક સામે GRYB દ્વારા કાર્યવાહી કયારે..?

માસ્કના અભાવ સંદર્ભે થરાદ નગરના સંયોજક સામે GRYB દ્વારા કાર્યવાહી કયારે..?
Spread the love

વર્તમાન સમયમાં કોરોના મહામારી ધમધમી રહી હોઈ સોશિયલ ડિસ્ટન્સ અને ફરજીયાત માસ્ક પહેરવા સહિતની ગાઇડલાઇન જીલ્લા કલેકટરે જાહેર કરેલ છતાં પણ કેટલાંક મનસ્વી વર્તનના જવાબદાર કાર્યકરો પરિપત્રની ઐસી કી તૈસી કરી ધજાગરા ઉડાડી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ થરાદ દ્વારા આગામી દિવસોમાં યોજાઈ ગયેલ પહેલી રાખી દેશ પ્રેમ કી કાર્યક્રમ બાદ પ્રતિમા સ્થાપિત કાર્યક્રમમાં થરાદના નાયબ કલેકટરની ઉપસ્થિતમાં થરાદ નગરના સંયોજક શૈલેષભાઈ ચૌધરી જેઓ માસ્ક પહેર્યા વિના નજરે પડી રહ્યા હોઈ જો કોઈ સંક્રમણ ફેલાય તો જવાબદારી કોના શિરે….?

એવા અનેક સવાલો લોકમુખે ચર્ચાસ્પદ બન્યા હોઈ જાહેર કરેલ પરિપત્ર પર થરાદ નગરના સંયોજકે પાણી ફેરવી દીધું છે. રાજય યુવક બોર્ડ થરાદ દ્વારા યોજાયેલા મોટા ભાગના કાર્યક્રમોમાં નગરપાલિકાના સંયોજક માસ્ક વગર કાર્યક્રમ યોજી રહ્યા હોઈ જીલ્લા કલેકટરે જાહેર કરેલ ગાઇડલાઇન તેમને લાગું નથી પડતી કે કેમ…? કે પછી કોઈ રાજકીય પીઠબળ હોવાને કારણે માસ્કનો અભાવ વર્તાય છે..? તેવા અનેક સવાલો ચર્ચાના ચકડોળે ચડયા છે.

મીડિયા દ્વારા થરાદ નગરપાલિકાના સંયોજકને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે શ્વાસની બિમારીને કારણે તેઓએ માસ્ક ન પહેર્યો હોવાનું જણાવી ભૂલ બદલ માફી માંગી હવેથી આવી ફરીવાર ભૂલ નહીં થાય તેમ ખાત્રી આપી છે પરંતુ સવાલ એ ઊભો થાય છે કે અગાઉના કાર્યક્રમોમાં માસ્કનો અભાવ વર્તાયો હોઈ સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ…? અને હવેથી ભૂલ નહીં થાય તેવી ખાત્રી આપનાર થરાદ નગરના સંયોજકને શું હવે શ્વાસની બિમારી નહીં નડે..? તેવા અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

જરૂરી કાર્યવાહી અંગે જીલ્લા સંયોજકને મીડિયા દ્વારા પુછતા હાથ અધ્ધર કરી જોન સંયોજક પર ઢોળ્યું

નગર સંયોજકે અગાઉના કાર્યક્રમોમાં માસ્ક ન પહેર્યું હોઈ કયા પગલાં ભરશો તે અંગે મિડીયા દ્વારા જીલ્લા સંયોજક વિનોદભાઈ પટેલને પુછતા તેઓએ હાથ અધ્ધર કરી પગલાં લેવાના નિર્ણયને જોન સંયોજક પર ઢોળતા જણાવ્યુ હતું કે આ બાબતે જોન સંયોજકનું ધ્યાન દોર્યું હોઈ તેઓ જે કોઈ કાર્યવાહી કરશે એ શિરોમાન્ય હોવાનું જણાવ્યું હોઈ પગલા ભરવાનો નિર્ણય જોન સંયોજક પર છોડી દીધો હતો.

પગલાં ભરવા જેવું લાગશે તે જરૂરી પગલાં લેવામાં આવશે : GRYB જોન સંયોજક

મીડિયા દ્વારા થયેલી ટેલીફોનીક વાતચીતમાં રાજય યુવક બોર્ડના જોન સંયોજક બિપીનભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે નિયમોનું પાલન કરવું એ નૈતિક જવાબદારી છે, તેમજ થરાદ નગરપાલિકાના સંયોજકે જે માસ્ક પહેરવા બાબતે ભૂલ કરી છે તે વિષય અંગે જરૂરી સૂચના આપવાનો સંપૂર્ણ પ્રયત્ન કરીશું તેમ જણાવ્યું હતું, જોકે આ બાબતે કયા પગલાં ભરશો તે અંગે પુછતા જોન સંયોજકે જણાવ્યું હતું કે જે યોગ્ય પગલાં ભરવા જેવું લાગશે તે પગલાં ભરીશું તેમ જણાવતા પ્રશ્ન એ ઉદભવે છે કે જોન સંયોજક જરૂરી પગલા ભરી માસ્ક ન પહેરવા બદલ કોઈ કાર્યવાહી કરશે કે કેમ…? કે પછી માસ્ક ન પહેરવાની થયેલ ગંભીર ભૂલને પણ ઘોળીને પી જશે..? તેમજ શું જીલ્લા સંયોજક આ બાબતે ગંભીરતાથી નોંધ લઈ જોન સંયોજકની સૂચના અનુસાર પગલા ભરશે..? કે પછી એ પણ કોઈ રાજકીય નેતાઓના હાથ નીચે દબાયેલા કે છાવણીમાં રક્ષાયેલ હોઈ થરાદ નગરપાલિકાના સંયોજક શૈલેષભાઈ ચૌધરી સામે કાર્યવાહી કરતા શરમ અનુભવે છે એતો આવનારો સમય જ સાબિત કરશે.

રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ

IMG-20201004-WA0023.jpg

Admin

Arvind Purohit

9909969099
Right Click Disabled!