વડાલી માર્કેટયાર્ડમાં કપાસની હરાજીથી કરાઈ ખરીદી શરૂ

સાબરકાંઠા જિલ્લાના વડાલી માર્કેટયાર્ડ માં આજ થી શરૂ કરાઈ કપાસ ની હરાજી જેમાં પ્રથમ દિવસે રૂપિયા 967 થી 1026 સુધી કપાસ ની હરાજી થઈ વડાલી તાલુકામાં આજે સવારે સારા મુહૂર્તમાં સત્યનારાયણ ની કથા કરાઈ આજ ના હરાજી થી થનાર કપાસ ખરીદીના શ્રી ગણેશ કરાયા.આજે હરાજી ના પ્રથમ દિવસે 967 રૂપિયાથી લઈને 1026 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા આજ ની હરાજી નો પ્રારંભ વડાલી તાલુકા પંચાયતના પ્રમુખ વિજય પટેલ અને માર્કેટયાર્ડ ના ચેરમેન જ્યંતીભાઈ અને માર્કેટ ના વેપારીઓની તેમજ જનક પટેલ ઓઇલ મિલ ના માલિક અને કપાસ લઈને આવેલ ખેડૂતોની હાજરીમાં વિધિવત પ્રારંભ કરાયો હતો.
આજે કપાસની હરાજી માં પડેલ ભાવથી ખેડૂતો આવનાર સમય માં કપાસ ના સારા ઉચા ભાવ મળશે તેવી આશા બનધાઈ છે હરાજી સમયે માર્કેટયાર્ડ ના કર્મચારી કલ્પેશ પટેલ સહિત તમામ કર્મચારીઓ આજ ના ખાસ દિવસે ઓફીસ થી બહાર ખેડૂતો ની સાથે જોવા મળ્યા હતા આમ એકંદરે આવનાર સમય માં કપાસ પકવતા ખેડૂતો માટે સારા દિવસો ની શરૂઆત થશે એમ મનાય છે જોકે સરકારે રૂપિયા 1055 નો ભાવ નક્કી કરેલ છે.ટુક સમય સરકાર ખરીદી કરશે..