માંગરોળ : હાઈસ્કૂલનાં ફિરદૌસખાન પઠાણની ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘમા સહમંત્રીપદે વરણી

તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી ૧૧૫ વર્ષજુની એસ. પી.એમ. બોયઝ હાઈસ્કૂલમા ઉચ્ચતર માધ્યમિક વિભાગમા મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા ફિરદૌસખાન પઠાણની સુરત શહેર અને જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘમા સહમંત્રી તરીકે બિનહરીફ વરણી કરાતા, સ્ટાફમા ખુશીની સાથે લહેર પ્રસરી છે. સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવી વધુ પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવી છે.
રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)