કડી કરણનગર નર્મદા કેનાલમાં કાર ખાબકવાનો મામલો : ત્રીજા યુવકની લાશ મળી

- કડી નર્મદા કેનાલ મામલો:- ત્રીજા યુવક ની લાશ મળી
- ત્રીજા યુવક અકમલ ની લાશ ઘટના સ્થળથી એક કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર કેનાલમાંથી બોરીસણાં ગામ નજીક થી મળી.
કડીના નંદાસણ ગામની બે યુવતીઓ નેશનલ સ્કોલરશીપ નું ફોર્મ ભરી નંદાસણ જઈ રહી હતી ત્યારે ગામના ત્રણ યુવકોને નંદાસણ જવાનું હોઇ બ્રીઝા ગાડીમાં સાથે ઘેર જવા નીકળ્યા ત્યારે રીદાએ નર્મદા કેનાલ જોવા જવાનું કહી ગાડી ચાલક રિઝવાન ભાઈને નર્મદા કેનાલ જવા નું કહ્યું હતું ત્યારે ચાલકે વળાંક માં કાબુ ગુમાવતા ગાડી કેનાલમાં ખાબકી હતી જ્યારે ચાલક બહાર ફંગોળાઈ જતા બચી જવા પામ્યો હતો.નર્મદા કેનાલમાં પાંચેય યુવક યુવતી ગાડી સાથે પડ્યા બાદ અરબીના ને તરતાં આવડતું હોય તેણી સ્થાનિક ખેડૂતની મદદથી બહાર નીકળી ગયી હતી જ્યારે બીજા એક યુવતી અને ત્રણ યુવક નર્મદા કેનાલના પાણીમાં ડૂબી ગયા હતા.
સોમવાર સવારથી ડૂબેલા યુવક યુવતીને કાઢવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે મોડી સાંજ સુધીમાં રીદા અને બે યુવકોની લાશ તરવૈયાઓએ ભારે જહેમતથી બહાર કાઢી હતી જ્યારે અકમલ નામના યુવકની લાશ મોડી સાંજ સુધી મળી નહોતી. મંગળવારે સવારે થી બૈયલ, કડી, ગાંધીનગર તેમજ અમદાવાદ ફાયરબ્રિગેડ ના તરવૈયાની ટીમ અકમલ ની લાશ શોધવા મથામણ કરી રહી હતી ત્યારે છેક મંગળવાર બપોર સાડા ચાર વાગે સૌરાષ્ટ્ર કેનાલમાં ઘટના સ્થળ થી એક કિલોમીટર દૂર બોરીસણાં ગામની કેનાલમાંથી મળી આવી હતી.