ખેડબ્રહ્મા : ચોરાયેલી મોટરસાયકલનો ભેદ ઉકેલતી પોલીસ

- સાબરકાંઠા જિલ્લાના મોટરસાયકલ ચોરીના કુલ ૧૩ ગુનાઓનો ભેદ ઉકેલી 20 મોટરસાયકલ રિકવર કરી કુલ કિંમત 367000 નો મુદ્દામાલ રિકવર કરતી ખેડબ્રહ્મા પોલીસ
સાબરકાંઠા જિલ્લામાં મિલકત સંબંધી તથા વાહનચોરીના ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય માંડલીક સાહેબની સૂચના આધારે નાયબ પોલીસ અધિક્ષકશ્રી બારોટ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ના સીધા માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી. પટેલ તથા એસઓજી વિષ્ણુભાઈ, રાકેશભાઈ જયંતીભાઈ તથા ભુપેન્દ્રભાઈ સુખદેવભાઈ , જયદીપભાઇ વિકાસભાઈ અને મહેન્દ્રભાઈ વગેરે પોલીસ સ્ટાફના માણસો સાથે ખેડબ્રહ્મા બસ સ્ટેશન હાઈવે રોડ ઉપર વાહનચેકીંગનું આયોજન કરી રહ્યા હતા ત્યારે શંકાસ્પદ મોટરસાયકલ ચેક કરતા હતા તે દરમિયાન ખેરોજ હાઈવે રોડ તરફથી હિરો આઈ સ્માર્ટ નંબર જીજે 31- D 50 23 મુજબનું મોટરસાયકલ લઈને બે ઈસમો આવતા તેમને હાથના ઇશારાથી રોકવા જતાં પોતાનું મોટરસાયકલ લૂંટનો હોય ખેરોજ તરફ ભગાડી મૂકેલ.
જેથી તેનો સરકારી વાહન થી પીછો કરતા જગમેળ કંપા પાસે હાઈવે રોડ ઉપર પકડી પાડેલ. જેમાં કાયદાના સંઘર્ષમાં પૂછ પરછ કરતાં બાળ કિશોર તથા કાંતિલાલ સન/ઓ સાયબા ભાઇ, કેહરા ભાઇ જાતે પારગી રહેવાસી, હાડા (રાજપુર) તાલુકો: કોટડા,જીલ્લો:ઉદેપુર રાજસ્થાન ના હોય તેમની પાસે માલિકી અંગેના આધાર પુરાવા માગતાં તે ન હોવાનું જણાવતા પોકીટ of mobile અંતર્ગત સર્ચ કરતા સદર મોટરસાયકલ બાબતે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન ખાતે એફ.આઇ.આરની નોંધ કરી ઇ.પી.કો કલમ 379 મુજબનો મોટર સાઇકલ ચોરીનો ગુનો રજીસ્ટર થયેલ. સદર મોટરસાયકલ કિંમત રૂપિયા ૩૫ જાનુ ઘણી સીઆરપીસી કલમ 41 મુજબ કાર્યવાહી કરવામાં આવી સાથે ઊંડાણપૂર્વક તપાસ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં નીચે મુજબના અલગ-અલગ સ્થળોએથી બાઈક ચોરીના ગુના આચરેલા હોવાનું જણાઇ આવેલ છેઃ જેમાં ખેડબ્રહ્મા:૪,ઈડર:૭, વડાલી:૨ મોટરસાયકલ ચોરીનું કબુલ કરેલ છે.
ધીરુભાઈ ખેડબ્રહ્મા