શરદ પુનમમાં ખવાતા પૌવામાં ઈમ્યુનીટી બુસ્ટર પૌંવાની એન્ટ્રી

શરદ પુનમમાં ખવાતા પૌવામાં ઈમ્યુનીટી બુસ્ટર પૌંવાની એન્ટ્રી
Spread the love

સુરત સહિત વિશ્વમાં હાહાકાર મચાવતાં કોરોનાથી બચવા માટે બજારમાં ઈમ્યુનીટી વધારાવા માટે જાત જાતની વસ્તુનું વેચાણ થઈ રહ્યું છે. અન્ય વસ્તુની જેમ હવે સુરતમાં શરદ પુનમમાં ખવાતા પૌંવામાં પણ ઈમ્યુનીટી બુસ્ટર ટેસ્ટના પૌંવાની એન્ટ્રી થઈ ગઈ છે. સુરતમાં શરદ પુનમમમાં ફ્વેવર્ડ પોંવાની બોલબાલા છે. અત્યારસુધી સુરતમાં એકાદ ડઝન જેટલા ફ્લેવર્ડના પૌંવા વેચાતા હતા જેમાં હવે ઈમ્યુનીટી બુસ્ટર પૌંવાનો પણ ઉમેરો થયો છે.

કોરોના વચ્ચે પણ સુરતીઓ હવે ધીમે ધીમે તહેવારની ઉજવણી કરવા માટે મક્કમ બની રહ્યા છે. સુરતમાં નવરાત્રીની ઉજવણી કરવામાં આવી ન હતી પરંતુ હવે તંત્રની નીતિ જોતાં સુરતીઓ પણ સલામત રીતે તહેવારની ઉજવણી કરવાનું મન બનાવી રહ્યાં છે. પરંતુ તહેવારની ઉજવણી પણ હવે સમયને અનુસરીને કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં ફ્લવર્ડ પૌંવાનું ચલણ વધી રહ્યું છે જેમાં આ વર્ષે કોરોનાના કારણે ઈમ્યુનીટી બુસ્ટર પૌંવાનો પણ ઉમેરો થયો છે.

સુરતમાં ફ્લેવર્ડ પૌવાનું વેચાણ ખરતાએ જણાવ્યું હતું કે, સુરતમાં બારેક ફ્લેવર્ડમાં પૌવાનું વેચાણ થાય છે અને દર વર્ષે ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે અમે ફ્લેવર્ડમાં ઘટાડોકે વધારો કરીએ છીએ. આ વર્ષે કોરોનાના કારણે લોકો ઈમ્યુનીટી વધે તેવી જ વસ્તુની ખરીદી કરી રહ્યા હોવાથી અમે હળદળ અને બોર્નવીટાની ફ્લેવર્ડના પૌંવા બનાવવાનો નિર્ણય કર્યો હતો. કોઈ પણ જાતના એસેન્સવિના સીધો હળદળ અને બોર્નવીટીનો ઉપયોગ કરીને પૌંવા બનાવ્યા હતા.

જેમાં લોકોને હળદળવાળા પૌંવાનો ટેસ્ટ યોગ્ય નહી લાગતા તે વધુ બનાવ્યા નથી પરંતુ બોર્નવીટાનો ટેસ્ટ ઈમ્યુનીનીટ વધારવા સાથેનો હોવાથી આ ટેસ્ટ નવો માર્કેટમાં મુક્યો છે અને તેનું સારૃવેચાણ પણ થઈરહ્યું છે.આ ફ્લેવર્ડના પૌવા છે ઈમ્યુનીટી બુસ્ટર બોર્નવીટા મિક્સ ફ્રુટ રોઝ ગ્વાવા ચોકલેટ બટર સ્કોચ બદામ-પીસ્તા આઈસ્ક્રીમ આફુસ મેંગો રાજભોર પાઈનેપલ કેસર- બદામ- પિસ્તા વેનિલા રાસ્પબરી કસાટા કેસર કેરેમલ સ્ટ્રોબેરી ફ્રેશ લીચી રાસ્પબરી કોફી આલ્મન્ડ શરદપુનમમાં દુધ પૌંવા અને ગરબા એટલે વિજ્ઞાન અને ધર્મનો સંગમ શરદ ઋતુમાં શરીરમાં થતા પિત્ત પ્રકોપને શાંત કરવા દુધ પૌંવાનું મહત્વ છે.

content_image_573fc05f-304a-47c6-a7e5-80b0f398d0be.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!