અરવલ્લી SOG પોલીસ ટીમે 2500 લીટર બાયોડિઝલ સાથે 660000નો મુદ્દામાલ કબજે કર્યો

અરવલ્લી જીલ્લા એસ.ઓ.જી. પોલીસ ટીમે 2500 લીટર બોયોડિઝલ સાથે ટેન્કરની કિમત રુ 5,00,000 મળી કુલ 6,60,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. ગેર કાયદેસર રીતે ચાલતા બાયોડિઝલના પંપ ચાલકો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમી હકીકત આધારે પેટ્રોલીંગ દરમ્યાન શામળાજીથી હિમતનગર તરફ જતા નેશનલ હાઈવે ઉપર ગડાદર ગામની સીમમાં શમલીયા હોટલના કંપાઉન્ડમાં રામદેવ બાયોડિઝલ નામની ઓફીસ આવેલ છે. આ ઓફીસ આગળ એક સફેદ કલરનું બાયોડિઝલ ભરેલ એક ટેન્કર ઉભુ હતુ તેનો માલીક ગેરકાયદેસર રીતે વેચાણ કરતો હતો. જે બાતમી આધારે સ્થળ ચકાસણી કરતા બોયોડિઝલ ભરેલ ટેન્કર સાથે મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)