ઇડર કોલેજમાં વ્યવસાયલક્ષી ડિગ્રી ડિપ્લોમા શિક્ષણની શરૂઆત

ઇડર કોલેજમાં વ્યવસાયલક્ષી ડિગ્રી ડિપ્લોમા શિક્ષણની શરૂઆત
Spread the love

ઇડર આંજણા પાટીદાર એચ. કે. એમ. આર્ટ્સ એન્ડ પી. એન. પટેલ કોમર્સ કોલેજ ઇડર માં બદલાતી વ્યવસ્થા સમાયોજન સાધવા માટે બેચલર વોકેશનલ ડિગ્રી અને ડિપ્લોમા કોર્સની શરૂઆત થનાર છે (૧) બ્યુટી એન્ડ વેલનેસ (ત્રણ વર્ષ ડિગ્રી કોર્સ ) (૨) ફેશન ડિઝાઇનિંગ એન્ડ ટેલરિંગ (એક વર્ષ ડિપ્લોમા કોર્સ) (૩) બ્યુટી એન્ડ વેલનેસ (એક વર્ષ ડિપ્લોમા કોર્સ) ની શરૂઆત થનાર છે કોલેજના આચાર્ય શ્રી એ. એમ. પટેલએ જણાવ્યું હતુ કે આ વિસ્તારના વિધાર્થીઓ ડિગ્રી મેળવી સરકારી નોકરી મેળવવાની શોધમા સમયના વેડફે પણ આવા પ્રકારના અભ્યાસક્રમ કરી તેઓ સ્વતંત્ર વ્યવસાય કરી અન્યને નોકરી આપી શકશે રોજગારનુ સર્જન કરશે.

ગ્રામ્ય વિસ્તારમા અભ્યાસ કરી નોકરી ન મળતા ડિપ્રેશન કે ખોટા રસ્તે વળે છે તેઓ જ્યાં હોય ત્યાં રહીને જ તાલીમ લીધા બાદ વ્યવસાય સ્થાપી શકશે ઉત્તર સાબરકાંઠા કેળવણી મંડળના પ્રમુખ શ્રી પૃથ્વીરાજભાઈ સી. પટેલ અને મંત્રી શ્રી જીતુભાઇ એમ દેસાઈની રાહબરી હેઠળ આ સંસ્થામા સતત નવા આયામો ઉમેરાઈ રહ્યા છે જે ઇડર નગરની પ્રતિષ્ઠામા વધારો કરી રહ્યુ છે સમગ્ર આયોજનનો શ્રેય મંડળના કારોબારી સભ્યોશ્રીઓ તથા નોડલ ઓફિસર પ્રા. એ. એમ. પટેલ , ડી. બી. પ્રજાપતિ તથા કોલેજ પરિવારને જાય છે.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20201105-WA0149.jpg

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!