હિંમતનગરના “આવો કોઈની મદદ કરીએ” વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા બે દીકરીઓને લગ્ન માટે કરિયાણું તેમજ આર્થિક મદદ કરવામાં આવી

હિંમતનગરના આવો કોઈની મદદ કરીએ વીર પ્રતાપ ફાઉન્ડેશનદ્વારા બે દીકરીઓ ને લગ્ન માટે કરિયાણું તેમજ આર્થિક મદદ કરવામાં આવી. વીર પ્રતાપ ફાઉન્ડેશન ના સ્થાપક ભૃગુવેન્દ્રસિંહ કુંપાવત દ્વારા જરૂરિયાત મંદ પરિવાર, વિધવા , દિવ્યાંગ , ની મદદ કરવામાં આવે છે, વીર પ્રતાપ ફાઉન્ડેશન ની ટીમ દ્વારા નીકોડા, ઇડર ના ૨ બહેનો ને મદદ કરવામાં આવી, નિકોડાં ના પરિવાર ને લગ્ન નું કરિયાણું આપવા મા આવ્યું, અને ઇડર ના પરિવાર ને કરિયાણું અને ફર્નિચર આપવામાં આવ્યું,
અગાઉ ઘણા જરૂરિયાત મંદ પરિવારો ને લગ્ન, અભ્યાસ, કરિયાણા કીટ માટે મદદ કરવામાં આવી છે, આ જીવન કોઈને કામ આવી જાય જેમનો જીવન મંત્ર છે એવા ભ્રુગુવેન્દ્ર સિંહ કુંપાવત દ્વારા દિવાળી ના તહેવાર નિમિતે ગરીબ કે માં – બાપ વગરના બાળકો ને મીઠાઈ, ચવાણું, અને ફટાકડા આપવામાં આવશે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)