સાબરકાંઠા SOG પોલીસે પ્રોહિબિશનના ગુન્હાના બે વષૅથી નાસતા ફરતા આરોપીને પકડ્યો

સાબરકાંઠા SOG પોલીસે પ્રોહિબિશનના ગુન્હાના બે વષૅથી નાસતા ફરતા આરોપીને પકડ્યો
Spread the love
  • અમદાવાદ શહેર નરોડા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી રાજસ્થાન રાજ્યના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાબરકાંઠા એસ.ઓ.જી.પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી, અભય ચુડાસમા સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગરએ નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ છે જે અન્વયે શ્રી. ચૈતન્ય મંડલીક, પોલીસ અધિક્ષકશ્રી, સાબરકાંઠા એ કામગીરી કરવા સુચના કરેલ હોય જે અન્વયે વાય.જે. રાઠોડ પો.ઇન્સ. એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી. સ્ટાફના પો.સ.ઇ.શ્રી. એ.વી.જોષી, તથા અ.હે.કોન્સ. સીતાબેન ભરતભાઇ તથા ઓ.પો.કોન્સ. ભાવેશકુમાર પશાભાઇ તથા આ.પો.કોન્સ. અપેન્દ્રસિંહ નટરવસિંહ તથા આ.પો.કોન્સ. નિકુંજકુમાર નરસિંહભાઇ વિગેરે માણસો એ.ટી. એસ.ચાર્ટર લગત કામગીરી તથા નાસતા ફરતા આરોપી બાબતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પેટ્રોલીંગ ફરતા-ફરતા આર.ટી.ઓ સર્કલ ખાતે આવતાં SOG પી.આઇ.ને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ.

અમદાવાદ શહેર નરોડા પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં- ૫૫૦૩/૨૦૧૯ પ્રોહી એક્ટ કલમ-૬૫ (ઇ) ૧૧૬ (બી), ૯૮(૨) મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી નરેશભાઇ નાથુલાલ અસારી રહે.નાનકીપાદરા પો.બ્રાહ્મણ બરોઠી તા. ખેરવાડા જી. ઉદેપુર (રાજસ્થાન) વાળો મોતીપુરા સર્કલ ખાતે ઉભો છે.તે બાતમી અન્વયે બાતમીમા જણાવેલ જગ્યાએ જઇ તપાસ કરતાં સદરી નાસતો ફરતો આરોપી નરેશભાઇ નાથુલાલ અસારી રહે.નાનકીપાદરા પો.બ્રાહ્મણ બરોઠી તા. ખેરવાડા જી. ઉદેપુર (રાજસ્થાન)વાળો મળી આવતાં તેને પકડી કલાક-૧૮/૧૫ વાગે અટક કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર એ ડીવિજન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. આમ, એસ.ઓ.જી.સાબરકાંઠા એ છેલ્લા બે વર્ષથી રાજસ્થાનના નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં વધુ એક સફળતા મેળવી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20201105-WA0108.jpg

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!