સુરતનાં માંડવી ખાતે નવા મામલતદાર તરીકે મનીષ પટેલની કરાયેલી નિમણુંક

સુરતનાં માંડવી ખાતે નવા મામલતદાર તરીકે મનીષ પટેલની કરાયેલી નિમણુંક
Spread the love

સુરત જિલ્લાના માંડવી તાલુકાનાં મામલતદારની જગ્યા છેલ્લા નવ માસથી ખાલી હતી અને છેલ્લા નવ માસથી માંડવી મામલતદાર કચેરીનો વહીવટ ઇન્ચાર્જ મામલતદારથી ચલાવવામાં આવી રહયો હતો, જેને પગલે માંડવી તાલુકાની પ્રજાને મામલતદાર કચેરીને લગતાં કામો માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.આખરે રાજ્ય સરકારના મહેસુલ વિભાગ તરફથી નવ માસબાદ માંડવી ખાતે કાયમી મામલતદાર તરીકે યુવાન અને બાહોશ અધિકારી એવા મનીષ પટેલની નિમણુંક કરતાં માંડવી તાલુકાની પ્રજામાં આનંદની લહેર પ્રસરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માંડવી નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે. ગત તરીકે ૩૧ મી જાન્યુઆરીનાં રોજ માંડવીના મામલતદાર એસ એલ ડામોર, વયનિવૃત થતાં માંડવીનો હવાલો ઉમરપાડા તાલુકાનાં મામલતદારને આપવામાં આવ્યો હતો.પરંતુ ઉમરપાડાનાં મામલતદાર બી સી ગામીતનું કોરોના સંક્રમિતને પગલે અવસાન થતાં માંડવીનો હવાલો બારડોલીના મામલતદાર જીજ્ઞાબેન પરમારને હવાલો આપવામાં આવ્યો હતો. આખરે તાજેતરમાં માંડવીના મામલતદાર તરીકે મનીષભાઈ પટેલની નિમણુંક કરવામાં આવતાં માંડવી તાલુકાની પ્રજામાં આનંદની લહેર પ્રસરી છે.

રિપોર્ટ:નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

Screenshot_20201105_202216.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!