કડીના પોલીસ સ્ટેશનમાં ગુંડા કાયદા હેઠળ ઉ.ગુ.માં પ્રથમ ગુન્હો નોંધાયો

—– ઉ.ગુ.માં કડીમાંથી જ ગુજસીટોક કાયદા હેઠળ છ ને દબોચ્યા
—— લૂંટ,ધાડ,હત્યાની કોશિશ,ખંડણી, શારીરિક ઇજાઓ,હથિયાર ધારો,કુખ્યાત ગુનેગારોને શરણ આપવા જેવા ગંભીર ગુનાઓમાં સામેલ હત્યા આરોપીઓ
રાજ્ય સરકારે ગુજરાત આતંકવાદ અને સંગઠીત ગુના નિયંત્રણ અધિનિયમ હેઠળ ઉત્તર ગુજરાત ના મહેસાણા જિલ્લામાં નોંધાવા પામ્યો છે.પોલીસે મહેસાણા જિલ્લાના કડીમાંથી છ આરોપીની ધરપકડ કરી ગુન્હો નોંધ્યો છે.ગુજસીટોક કાયદા હેઠળ ઝડપી લેવાયેલ છ આરોપીઓ લૂંટ,ધાડ,હત્યાની કોશિશ,ખંડણી,શારીરિક ઇજાઓ,હથિયાર ધારો,કુખ્યાત ગુનેગારોને શરણ આપવી જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં શામેલ હતા જેમને ઝડપી પાડી જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા જેથી આવા ગંભીર પ્રકારના ગુન્હા સમાજમાં બને નહિ.
LCB,SOG અે કડી કસ્બા વિસ્તારમાં રાત્રે કોમ્બીંગ કરીને પોલીસે કાર્યવાહી કરીને સીરાજભાઈ ઉર્ફે જીગલી,સાહિર ઉર્ફે રબારી,મકબુલભાઈ વેપારી,અલતાફ ઉર્ફે કાન,વસીમમિયા શેખ અને શાકિર વેપારી નામના છ કુખ્યાત ગુનેગારોને ઘર દબોચી લેવાયા છે.આ તમામ આરોપીઓ છેલ્લા 10 વર્ષથી 25 જેટલા ગંભીર ગુન્હાઓમાં વારંવાર સંડોવાયેલા હતા.