ખેડબ્રહ્મા : ભારત બંધને મિશ્ર પ્રતિસાદ

ખેડૂતો દ્વારા આપવામાં આવેલા ભારત બંધની ખેડબ્રહ્મા શહેર અને ખેડબ્રહ્મા તાલુકામાં મિશ્ર પ્રતિસાદ સાંપડયો હતો. ખેડૂતોની સમર્થન આપવા માટે ખેડબ્રહ્મા શહેરના બજારો સદંતર બંધ રહ્યા હતા પરંતુ પ્રાઇવેટ વાહનો અને લોકોની ક્યાંક ક્યાંક અવરજવર ચાલુ હતી સાથે એસટી નિગમની તમામ બસોના રૂટ ચાલુ હતા. ખેડબ્રહ્મા બસ ડેપોના પણ તમામ રૂટ ચાલુ હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આઇ.બી.ની સતત વોચ અને પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી વિશાલભાઇ પટેલ દ્વારા સખત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વેપારીઓ દ્વારા બજારોને સ્વયંભૂ બંધ રાખી ખેડૂતોને ટેકો આપ્યો હોય તેવું લાગ્યું હતું. પરંતુ ગુજરાત સરકાર દ્વારા બંધને નિષ્ફળ બનાવવા માટે તમામ સરકારી કચેરીઓ અને એસટી નિગમની બસોને ચાલુ રાખવાના આદેશો આપ્યા હતા. સાથે પોલીસને પણ સ્ટેન્ડબાય રહેવાના આદેશો જારી કર્યા હતા. ખેડબ્રહ્મા તાલુકામાં ખેડબ્રહ્મા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી તેવું પોલીસ સ્ટેશન દ્વારા જાણવા મળ્યું હતું બંધને મિશ્ર પ્રતિસાદ.
ધીરુભાઈ ખેડબ્રહ્મા