વિસનગરમાં લોકગાયિકા કાજલ મહેરિયા સહિત 14 વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

મહેસાણા ના વિસનગર ના વાલમ માં લગ્ન માં જાહેરનામા ના ભંગ નો મામલે લોકગાયિકા કાજલ મહેરિયા એ પોતાના પોગ્રામ માં જનમેદની એકઠું કરી હતી એ મામલે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ના ઇન્ચાર્જ PI ટી.બી વાળા એ ગુનો દાખલ કર્યો હતો. વાલમમાં રબારી વાસ માં ચાલતા લગ્નમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગાયિકા કાજલ મહેરિયા નો વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થયો હતો જે મામલે પોલીસે તપાસ કરતા 100 થી વધુ માણસો હોવાનું તેમજ માસ્ક પહેરલ ન હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે લોકગાયિકા કાજલ મહેરિયા સહિત 14 લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગ તેમજ એકેડેમિક એકટ હેડળ ગુનો દાખલ કર્યો હતો.