કડીમાં કોરોનાની વૈશ્વિક મહામારીમાં સંકટમાં પણ ઉઘાડી લૂંટ ચલાવતા તબીબો માટે પ્રેરણાસ્ત્રોત બનેલ ચાર તબીબોને પાલીકાએ સન્માનિત કર્યા

કડીમા કોરોનાની વૈશ્ર્વિક મહામારીના સંકંટમા પણ ઉઘાડી લૂંટ ચલાવતા તબીબો માટે પ્રેરણાસ્ત્રોત બનેલ ચાર તબીબોને પાલિકાએ સન્માનીત કરાયા.
સમગ્ર વિશ્વમા કોરોનાની વૈશ્ર્વિક મહામારીના સંકંટમા તબીબો અને નર્સિંગ સ્ટાફ સાચા કોરોના વોરીયર્સ તરીકે ઉભરી આવ્યા છે.પરંતુ કડીમા કેટલાક અપવાદરૂપ તબીબો કોરોનાના સંકટને અવસર બનાવી ઉઘાડી લૂંટ ચલાવી દર્દીઓને ખંખેરી રહ્યા છે.ત્યારે કડીની ભાગ્યોદય હોસ્પીટલ અને અર્બન હેલ્થ સેન્ટરના ચાર તબીબો લૂંટ ચલાવતા તબીબો માટે સાચા અર્થમા પ્રેરણાસ્ત્રોત બનતા પાલિકાએ ચાર તબીબોનુ સન્માન પત્ર સાથે સન્માન કરતા હર્ષની લાગણી અનુભવી છે….
ડૉક્ટર ભગવાનનો જ અવતાર કહેવાય છે. જયારે આખા જગતને કોરોના જેવા જીવલેણ રોગે ભરડો લીધો છે ત્યારે તેની સામે બાથ ભીડાવીને દર્દીને મોતના મુખમાથી પાછો લાવવાની તાકાત એકમાત્ર ડૉક્ટરમા જ રહેલી છે.હાલમા કોરોનાની વૈશ્ર્વિક મહામારીના સંકંટને ટાળવા ડૉક્ટરો અને પેરા મેડીકલ સ્ટાફ બખૂબી પોતાની ફરજો નિભાવી રહ્યા છે.કડી શહેરમા અપવાદરૂપ કેટલાક તબીબોએ કોરોનાની વૈશ્ર્વિક મહામારીના સંકટને અવસર બનાવી ઉઘાડી લૂંટ ચલાવી છે.ભાગ્યોદય હોસ્પિટલનો પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરીને હાલમા ઉઘાડી લૂંટ ચલાવતા તબીબો સામે લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.ત્યારે કડીના ચાર તબીબ સાચા અર્થમા કોરોના વોરીયર તરીકે ઉભરી આવ્યા છે. ભાગ્યોદય જનરલ હોસ્પિટલમા ફરજ બજાવતા ડૉ.આનંદ પટેલ,ડૉ.ગાંધી તેમજ કડીના અર્બન હેલ્થ સેન્ટરમા ફરજ બજાવતા ડૉ.દિક્ષિત પટેલ તથા ડૉ.ભાવેશ પટેલ કોરોનાના સંકંટ વચ્ચે રાત દિવસ પોતાના જીવની પરવા કર્યા વિના સતત દર્દીઓની સેવામા તત્પર રહ્યા છે.જેમના થકી આજે કડી શહેરમા અનેક દર્દીઓના જીવ બચી ગયા છે.અન્ય ડૉક્ટરો માટે પ્રેરણાસ્ત્રોત બનેલ ચારેય તબીબોનુ કડી પાલિકાએ સોમવારે સન્માન પત્ર સાથે શાલ ઓઢાડી સન્માનીત કરતા સમગ્ર નગરસેવકો,ચીફ ઓફિસર તથા કર્મચારીઓએ તાગડીઓ પાડી તેમની કામગીરીને બિરદાવી હતી.