કૃષિ કાયદા રાતોરાત નથી ઘડાયા : મોદી
નવી દિલ્હી: ભોપાલ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે અમારી સરકાર જે નવા કૃષિ કાયદા લાવી છે એ કંઈ રાતોરાત નથી ઘડાયા. આ કાયદા લાવવાની ઘણા સમયથી માગ હતી અને એ જ કામ અમે કર્યું છે. જે પક્ષોએ લાંબા સમયથી પોતાના ચૂંટણી ઢંઢેરામાં આ કૃષિ સુધારા લાવવાની વાતો કરી હતી, પણ ક્યારેય એનો અમલ નહોતો કર્યો તેમની પાસેથી લોકોએ જવાબ માગવો જોઈએ મોદીએ વર્ચ્યુઅલ પદ્ધતિએ મધ્ય પ્રદેશના ખેડૂતોને સંબોધતી વખતે ખેત પેદાશો માટેના ટેકાના ભાવની વર્તમાન પદ્ધતિ જાળવી રાખવા પર ભાર મૂકતા એવું પણ કહ્યું હતું કે ‘એ પક્ષો આ કૃષિ કાયદાઓ માટેનો જશ ખાટવા માગતા હોય તો અમને કોઈ વાંધો નથી પરંતુ તેમણે આ મુદ્દે જુઠ્ઠાણા ફેલાવી ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ મિનિમમ સપોર્ટ પ્રાઇસ એમએસપી અને ઍગ્રીકલ્ચર પ્રૉડ્યુસ માર્કેટિંગ કમિટી એપીએમસીની વર્તમાન યંત્રણા નવા કૃષિ કાયદાઓના અમલ પછી પણ ચાલુ જ રાખવામાં આવશે કેન્દ્રના નવા કૃષિ કાયદા સામેના વિરોધમાં સેંકડો ખેડૂતો દિલ્હીની સરહદ પર અનેક સ્થળે આંદોલન કરી રહ્યા છે.મોદીએ વધુમાં કહ્યું હતું કે રાજકીય પક્ષો કૃષિ-વિષયક નિષ્ણાતો અને પ્રગતિશીલ વિચારધારામાં માનતા ખુદ ખેડૂતો ઘણા સમયથી આ કૃષિ કાયદાની માગણી કરી હતી. વિપક્ષો જ્યારે દેશમાં સત્તા પર હતા ત્યારે વર્ષો સુધી તેઓ સ્વામિનાથન કમિટીનો અહેવાલ દબાવીને બેઠા હતા અને જ્યારે અમે ખેડૂતોના ફાયદા માટે એ જ ભલામણોનો અમલ કરી રહ્યા છીએ તો તેઓ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ૨૦૧૮ની મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણી વખતે કૉંગ્રેસે લોકોને કૃષિ લોન માફીના મુદ્દે છેતર્યા હતા