રશ્મિ દેસાઈએ ભાજપના નેતા સોનાલી ફોગાટની માફી માંગી

મુંબઈ: સલમાન ખાનના રિયાલિટી શૉ બિગ-બૉસ 14માં દરરોજ નવા રંગ જોવા મળે છે. ક્યારેક કન્ટેસ્ટ્ન્ટ્સ વચ્ચે જોરદાર ઝઘડો જોવા મળે છે, તો ક્યારેક શૉમાં મહેમાન બનીને આવેલા સ્ટાર્સ બિગ-બૉસના ઘરમાં નવા ટ્વિસ્ટ લઈને આવે છે. સલમાન ખાનના રિયાલિટી શૉ બિગ-બૉસ 14માં દરરોજ નવા રંગ જોવા મળે છે. ક્યારેક કન્ટેસ્ટ્ન્ટ્સ વચ્ચે જોરદાર ઝઘડો જોવા મળે છે, તો ક્યારેક શૉમાં મહેમાન બનીને આવેલા સ્ટાર્સ બિગ-બૉસના ઘરમાં નવા ટ્વિસ્ટ લઈને આવે છે.
હાલ બિગ-બૉસ 14 હાઉસમાં ઘણી ભાવનાત્મક પળો જોવા મળી રહી છે. શૉમાં હજાર બધા સભ્યોના પરિવારજનો તેમને મળવા આવી રહ્યા છે.તેમ જ ઘરના સભ્યોનો ઉત્સાહ પણ ઘણો વધી રહ્યો છે, પરંતુ બિગ-બૉસ 14ના ઘરમાં પહોંચીને ટીવીની પ્રખ્યાત અભિનેત્રી રશ્મિ દેસાઈએ એવી ભૂલ કરી છે, જેના કારણે તેણે શૉની કન્ટેસ્ટન્ટ અને ભાજપ નેતા સોનાલી ફોગાટ પાસે માફી માંગવી પડી.
હકીકતમાં આ અઠવાડિયામાં જ્યાં સ્પધર્કોના પરિવારવાળા તેમને મળવા પહોંચ્યા હતા, ત્યારે વિકાસ ગુપ્તાના ઘરેથી કોઈ આવ્યું નહોતું.વિકાસ ગુપ્તાની સારી મિત્ર હોવાને કારણે રશ્મિ દેસાઈએ તેના પરિવાર તરફથી શૉમાં પહોંચીને વિકાસ ગુપ્તાને સપોર્ટ કર્યો છે. અહીં તેણે વિકાસ ગુપ્તાને રમત આગળ વધારવા માટે પ્રોત્સાહન આપ્યું. સાથે ઘરના તમામ સભ્યોને પણ રશ્મિ દેસાઈ મળી. બિગ-બૉસ 14ના ઘરમાં પહોંચીને રશ્મિ દેસાઈને ઘરના નવા કેપ્ટનનું નામ લેવું પડશે.
સૂત્રોના જણાવ્યા મુજબ તે કેપ્ટન માટે સોનાલી ફોગાટનું નામ લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ રશ્મિ દેસાઈને તેમનું નામ યાદ આવતું નથી.બાદ તેણે કેપ્ટન તરીકે રાખી સાવંતનું નામ લીધું. સોનાલીનું નામ ભૂલવા પર હવે રશ્મિ દેસાઈએ સોશિયલ મીડિયા પર તેમની પાસે માફી માંગી લીધી છે. તેણે પોતાના ઑફિશિયલ ટ્વિટર અકાઉન્ટ પર સોનાલી ફોગાટ પાસે આ ભૂલ બદ્દલ માફી માંગી છે.
રશ્મિ દેસાઈએ પોતાના ટ્વિટમાં લખ્યું, સોનાલી ફોગાટજી હું તમારી પાસે માફી માંગવા માંગુ છું. મને તમારું નામ યાદ નહીં રહ્યું પરંતુ મારી શુભેચ્છાઓ તમારી સાથે છે. તમે આવી જ રીતે આગળ વધતા રહો.સોનાલી ફોગાટ માટે રશ્મિ દેસાઈનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યું છે. ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સ અને ફૅન્સ ટ્વિટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સાથે જ સોનાલી ફોગાટના ફૅન્સ પણ તેના ટ્વિટને પસંદ કરી રહ્યા છે. સલમાન ખાનનો રિયાલિટી શૉ બિગ-બૉસ 14 તેના છેલ્લા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં શૉમાં ઘરના બધા સભ્યોને તેમના પરિવારજનો મળવા આવી રહ્યા છે.