મેડિકલ કોલેજમાં રસીકરણ-આડઅસરમાં તાકીદની સારવાર માટે AEFI કેન્દ્ર બનાવાયું’તું

- બીજા તબક્કામાં શહેર-જિલ્લામાં ૨૧ સ્થળ પર વેક્સિનેશન ડ્રાય રન યોજાઇ
હેર-જિલ્લામાં બીજા તબકકામાં તંત્ર દ્વારા ૨૧ સ્થળોએ કોવિડ વેક્સિનેશનની ડ્રાયરન યોજવામાં આવી હતી. જેમાં શહેરમાં મેડિકલ કોલેજ, બેડી શાળા નં.૨૭/૫૧, એમ.પી.શાહ સ્કૂલની આંગણવાડીમાં તથા જિલ્લામાં ૧૮ સ્થળોએ યોજાયેલો ડ્રાયરન કાર્યક્રમ સફળ રહ્યાનો દાવો તંત્રએ કર્યો છે. શહેરની એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજમાં ડ્રાયરન અંતર્ગત કોવીડ વેક્સીનેશન સેન્ટર બનાવવામાં આવ્યું હતું. તદ ઉપરાંત રસીની કોઇ આડઅસર જણાય તો તત્કાલ સારવાર માટે એઇએફઆઇ કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું.
આ માટે મેડીસીન વિભાગના બે ડોક્ટર જાગૃતિ પરમાર અને મિતુલ રૂદાચને નોડલ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં. જી.જી.સરકારી હોસ્પિટલમાં ૧૦ પથારીની સુવિધા ધરાવતું એક એઇએફઆઇ વોર્ડ તથા ૪ પથારીની સુવિધા સાથે આઇસીસીયુની વ્યવસ્થા તેમજ દર્દીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવા એબ્યુલન્સ સાથે ડ્રાઈવરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ડ્રાય રનમાં કુલ ૨૫ લાભાર્થીને પ્રતિકાત્મક રસી આપવામાં આવી હતી. રસીની આડઅસરની પ્રતિકાત્મક રૂપે ૧ લાભાર્થીને એઇએફઆઇ વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતાં જ્યાં સારવાર બાદ તે સ્વસ્થ જણાયા હતાં.
– રોહિત મેરાણી (જામનગર)