ખેડબ્રહ્મા : જનરલ હોસ્પિટલ ખાતે કોવિડ રસીકરણ ઝુંબેશ શરૂ

- ખેડબ્રહ્મા તાલુકામાં કોવીડ વેક્સિન રસીકરણ ઝુંબેશની શરૂઆત
સાબરકાંઠા જિલ્લા પંચાયત વહીવટી તંત્ર અને આરોગ્ય શાખા દ્વારા પ્રજાજનો ની સલામતી માટે કોરોના Covid-19 થી બચવા માટે આરોગ્ય કર્મચારીઓ માટે, પચાસથી વધુ ઉંમરના લોકોને રસીકરણ ઝુંબેશ ની શરૂઆત રાજ્ય સભાના સાંસદ શ્રીમતી રમીલાબેન બારા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી, દિપ પ્રાગટ્ય કરી કાયૅકમ નેં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો નું શાબ્દિક સ્વાગત સુપ્રીટેનડેટ બ્રહ્મ ભટ્ટે કર્યું હતું. કોરોના મહામારી સંદર્ભે તાલુકા હેલ્થ ઓફિસર ગોસ્વામી એ ઉપસ્થિત મહાનુભાવો ને વાકેફ કર્યા હતા.
ખેડબ્રહ્મા તાલુકાની જનતાને કોરોના માટેની રસી સરળતાથી મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાંત અધિકારી શ્રી શાહ સાહેબ અને મામલતદાર શ્રી ગમાર સાહેબ ના સાનિધ્યમાં તાલુકા ટાસ્ક ફોર્સ ની રચના કરવામાં આવી છે. જેથી ખેડબ્રહ્મા તાલુકાની જનતાને કોરોના મહામારી સંદર્ભે અને રસીકરણ ઝુંબેશ ની માહિતી મોકલી આપવામાં આવશે. તાલુકા ટાસકમાં ફોસૅ માં વિવિધ વગૅ ના લોકો ને જોડવામાં આવ્યા છે. રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા એ લોકોને અપીલ કરી હતી કે covid 19 રસી આપવામાં આવે છે તેની કોઈ જ આડઅસર નથી.
સરકાર દ્વારા આ બાબતે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ તબક્કાવાર રસીકરણ જન-જન સુધી પહોંચાડવામાં આવશે. આ તબક્કે રસીકરણનો શુભારંભ કરાવતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને રસીકરણ લેવા માટે અનુરોધ કર્યો હતો. ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલના ડોક્ટર શ્રી ને રસી આપી વેક્સિનની શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રીમતી રમીલાબેન બારા, પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર શ્રી, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, ટી.એચ.ઓ ગોસ્વામી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો તેમજ આરોગ્ય વિભાગનો સ્ટાફ તેમજ તાલુકા ટાસ્ક ફોર્સ સમિતિના સભ્યો પણ હાજર રહ્યા હતા.
ધીરુભાઈ પરમાર (ખેડબ્રહ્મા)