સાંસદ પ્રભુ વસાવાની હાર થતા ભાજપ છાવણીમાં

સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણીના પરિણામોમાં મેજર અપસેટ જોવા મળ્યા. સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની કુલ 13 બેઠકો પર મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. જે દરમ્યાન બારડોલી બેઠક પરથી સાંસદ પ્રભુ વસાવાની હાર થતાં ભાજપ છાવણીમાં સ્તબ્ધતા છવાઇ ગઇ છે. સાંસદ પ્રભુ વસાવા સામે નરેન્દ્ર મહિડાનો વિજય થયો છે.
5 તાલુકાની સંયુક્ત મંડળી પર ભાજપના પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલનો વિજય બીજી તરફ કામરેજ, માંગરોળ, ઓલપાડ, ચોર્યાસી અને ઉમરપાડા એમ 5 તાલુકાની સંયુક્ત મંડળી પર ભાજપના પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલનો વિજય થયો છે. કિરીટ પટેલે તેમના હરીફ અશ્વિન પટેલને હરાવ્યા. આ તરફ કામરેજ બેઠક પર ભાજપના બળવંત પટેલનો વિજય થયો છે. જ્યારે કે મનહર પટેલની હાર થઇ છે. બીજી તરફ માંગરોળ બેઠક પર દિલીપસિંહ વિજયી બન્યા છે. જ્યારે કે તેમના હરીફ કિશોરસિંહની હાર થઇ છે.