કડી હાઈવે ચાર રસ્તા પર આવેલ પેટ્રોલપંપની પાછળ જુગાર રમતાં 6 ઝડપાયા

મહેસાણા LCB એકડીમાં પેટ્રોલપંપની પાછળ જુગાર રમતાં 6 જુગારિયા ઝડપ્યા ગઇકાલે મહેસાણા LCB ની ટીમે જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ અટકાવવા કડી શહેરમાં પેટ્રોલિંગમાં હતી. બાતમી મળેલ કે શહેરના એક પેટ્રોલપંપની પાછળના ભાગે કેટલાંક લોકો જુગાર રમે છે ટીમે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં દોડધામના દ્રશ્યો વચ્ચે એલસીબીએ તમામ 6 જુગારિયા ઝડપી જુગારિયા સામે જુગારધારા મુજબ કડી પોલીસ મથકે ગુનો નોધ્યો છે. મહેસાણા SP ડો.પાર્થરાજસિંહ ગોહિલે જીલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ રોકવા સુચના આપેલ છે .
જે LCB ની ટીમે ચોક્કસ બાતમી મેળવી હતી કે , કડીના જય કિશાન પેટ્રોલપંપના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો વાહન મારફત આવી પોતાના અંગત આર્થીક ફાયદા સારૂ ગંજીપાના પૈસા વડે જાહેરમાં જુગાર રમાડે છે . જેને લઇ તાત્કાલિક રેઇડ કરી સ્થળ પરથી 6 ઇસમને કુલ રોકડ રૂ .23,680 મુદ્દામલ ઝડપી પાડ્યો હતો LCB એ પેટ્રોલપંપની પાછળ રેઇડ કરી ઠાકોર રાજાજી નટુજી સહિત આરોપીઓને કુલ રોકડ રકમ રૂ .23,680 , મોબાઇલ નંગ -5 કી.રૂ .30,000 , મોટર સાયકલ નંગ -4 કિ.રૂ 60,000 સહિત કુલ કિ.રૂ .1,13,680 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે . આ સાથે તમામ જુગારીઓ સામે કડી પોલીસ સ્ટેશનમાં જુગારધારાની કલમ 12 મુજબ ગુનો રજીસ્ટર કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે .
ઝડપાયેલા જુગારીઓના નામ
1. ઠાકોર રાજાજી નટુજી , રહે . દુધઇ , શિયાપુરા લવારવાળા આંટાના ખેતરમાં , તા.કડી , જી.મહેસાણા
2. ગોહીલ નિતિનકુમાર મિઠાભાઇ , રહે.કડી , બનાસકાઠા સોસાયટી , કુંડાળ પાટીયા , તા.કડી , જી.મહેસાણા
3. ચૌહાણ ( દેવીપુજક ) હરેશભાઇ સુરેશભાઇ , રહે.કડી , બનાસકાંઠા વિસ્તાર , તા.કડી , જી.મહેસાણા
4. દેવીપુજક ગોવિંદભાઇ રમેશભાઇ , રહે.કડી , પાંજરાપોળ પાસે , મહુડા સોસાયટી , કુંડાળ રોડ , તા.કડી , જી.મહેસાણા
5. પટેલ વિજયકુમાર પ્રહલાદભાઇ , રહે.કડી , 202 , સંતરામસિટી સોસા , નાની કડી રોડ , તા.કડી , જી.મહેસાણા
6. રાવળ ભાવેશકુમાર ચંદુભાઇ , રહે.કડી , કુંડાળ , રાવળવાસ , અંબાજી માતાજીના મંદીરની પાસે , તા.કડી , જી.મહેસાણા