કડી તાલુકા કોંગ્રેસમાં ભડકો : તાલુકા પ્રમુખે પ્રદેશ નેતાઓ સામે ગંભીર આક્ષેપ કરી આપી રાજીનામાની ચીમકી

કડી તાલુકા કોંગ્રેસમાં ભડકો : તાલુકા પ્રમુખે પ્રદેશ નેતાઓ સામે ગંભીર આક્ષેપ કરી આપી રાજીનામાની ચીમકી
Spread the love

સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં ફોર્મ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થયી ગયી છે.કોંગ્રેસે કેટલીક જગ્યાઓ ઉપર અસંતુષ્ટ ઉમેદવારો ના લીધે છેક છેલ્લી અણી સુધી ઉમેદવારોના નામ જાહેર કર્યા નહોતા.કડી તાલુકામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખે ત્રણ સીટો ઉપર પૈસા લઈ મેન્ડેટ બદલી નાખ્યા હોવાનો આક્ષેપ કરી રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી છે. કોંગ્રેસ માં નિત નવા આક્ષેપો પ્રદેશ નેતાગીરી અને જિલ્લા નેતાગીરી સામે થયી રહ્યા છે.કડીમાં આગળના દિવસે મેન્ડેટ આપવાની બાબતમાં પૂર્વ ધારાસભ્ય અને શહેર પ્રમુખ વચ્ચે છુટ્ટા હાથ ની મારામારી બાદ વધુ એક ઘટના પ્રકાશ માં આવી છે.કડી તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ મહેશજી ઠાકોરે પ્રદેશ નેતાગીરી સામે 10 લાખ રૂપિયા લઈ તાલુકા પંચાયતની ત્રણ સીટો ઉપર મેન્ડેટ બદલી નાખ્યું હોવાનો ગંભીર પ્રકારનો આક્ષેપ કર્યો છે.

કડી તાલુકા પંચાયત ની મેડા આદરજ,બોરીસણાં તથા સાદરા આલુસણા બેઠક ઉપર કોંગ્રેસ ના ઉમેદવારના નામ નક્કી થયી ગયા હતા અને તેમના મેન્ડેટ પણ બની ગયા હતા જેથી ઉમેદવારોને ફોર્મ ભરવાની સૂચનાથી માંડીને ચૂંટણી પ્રચાર આરંભ કરવાનું મૌખિક રીતે સૂચના આપી દેવામાં આવી હતી પરંતુ પ્રદેશ નેતાગીરીએ 10 લાખ રૂપિયા લઈ ત્રણ બેઠકોના ઉમેદવાર તાલુકા પ્રમુખ કે બીજા કોઈ નેતાને જણાવ્યા વિના બદલી ને મેન્ડેટ આપી દેતા પ્રમુખ મહેશજી ઠાકોર રોષે ભરાયા હતા અને પ્રદેશ નેતાના આવા વલણને લીધે તાલુકાના 200 જેટલા કાર્યકરોએ સામુહિક રાજીનામાં ધરી દીધા છે.આગામી સમયમાં પક્ષ દ્વારા કોઈ નિર્ણય નહિ લેવામાં આવે તો પ્રમુખ સહિતના બીજા નેતાઓના પણ રાજીનામા પડી શકે છે જેના લીધે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં કોંગ્રેસ ને તાલુકામાં ભારે પછડાટ નો સામનો કરવો પડી શકે છે.

 

IMG-20210214-WA0050.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!