કડી થોળ રોડ ઉપર આવેલ N. K. પ્રા. લિમિટેડ કંપનીની સામે એરંડા ભરેલ ટ્રકમાં લાગી આગ

મહેસાણા જિલ્લાના કડી ખાતે અનેક ઓઇલ અને કોટન મિલો આવેલી છે ત્યારે કડી થોળ રોડ પર વળે N. K. પ્રા.લી. નામની કંપની સામે રાજસ્થાન થી એરંડા ભરી ને આવેલ એક ટ્રક પાર્કિંગમાં ઉભી હતી જેમાંથી એકા એક આકસ્મિક રીતે ધુમાડા નિકળવા લાગ્યા હતા ત્યારે ટ્રકમાં આગ લાગી હોવાનું જાણ થતાં આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી જોકે આગ લાગવાની ઘટનને લઈ N. K. નામની કંપની અને કડી નગરપાલિકા માંથી અગ્નિશામક મશીનરી બોલાવી પાણીનો મારો ચલાવી ટ્રકમાં લાગેલી આગ પર કાબૂ મેળવાયો હતો.
આગને પગલે ટ્રક અને એરંડાના માલસામનને નુક્ષાન
ટ્રક માં આગ લાગવાનો ઘટના સામે આવતા ફાયર વિભાગ અને સ્થાનિક કંપનીની જહેમત થી આગ કાબુમાં આવી હતી જોકે ટ્રકમાં આગ લાગવાની આ ઘટનામાં ટ્રકનો આગળનો ભાગ અને ટ્રક માં રહેલ એરંડા નો સામાન બળી જતા ભારે નુક્ષાન સર્જાયું છે મહત્વનું છે કે એરંડા ભરેલી આ ટ્રકમાં કેમ અને કેવી રીતે આગ લાગી તેનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી તો આગ લાગવા પાછળ યોગ્ય તપાસ જરૂરી બની છે