કોરોના સ્પ્રેડર ન બનો : પ્રેરણાદાયી લગ્ન

- કોરોના કાળમાં મેરેજ પ્રસંગ ઉજવવો મોટો પડકાર, માત્ર ૧૦ પરિવારજનોની હાજરીમાં યોજાયા લગ્ન
ગુજરાતભરમાં કોરોનાને હાહાકાર મચી રહ્યો છે, તેવા સમયે લોકો લગ્ન પ્રસંગે પણ ભીડ ભેગી કરી કોરોના સ્પ્રેડર બનતા હોય છે, પણ અમદાવાદ ના ગુલાબટાવર પાસે રહેતા ઋષિ પટેલ અને નેન્સી પટેલે ખુબ જ સાદગીપુર્ણ રીતે લગ્નગ્રંથિથી જોડાયા હતા. માત્ર 10 પરિવારજનોની હાજરીમાં લગ્ન કરી પ્રભુતામાં પગલાં પાડયા હતા. ઋષિ ના પિતા નિરંજન પટેલ કહે છે કે લગ્ન માં ખોટા દંભ દેખાડવા કરવા કે સ્ટેટસ બતાવવા લાખો રુપિયાનો ખર્ચ ન કરવાની અમે સહુને પ્રેરણા આપવા સાદગીથી લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. હાલ કોરોનાને હાહાકાર મચી રહ્યો છે, તેવા સમયે લગ્ન પ્રસંગમાં માત્ર 10 જ વ્યક્તિની ઉપસ્થિતિ રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
કારણકે વધારે મહેમાનો એકઠા થાય તો કોરોના સ્પ્રેડર બની રહે, એટલે કોરોના નો ચેપ ન લાગે, તેમાટે સાદગીથી લગ્ન કરવા લોકોને એકઠા ન કરવા એ પણ એક પ્રકારની સેવા જ છે, સમાજ પ્રત્યેની જવાબદારી પણ છે. વિવિધ મુદ્દાઓ પર પ્રેરણારુપ બનવા માટે માત્ર 10 વ્યક્તિની હાજરીમાં ઋષિ અને નેન્સી ના લગ્ન પ્રસંગ આયોજીત કર્યો છે. ન બેન્ડવાજા, ન ડીજે, ન વરઘોડો, ન જમણવાર ન ડેકોરેશન, ન પાર્ટી પ્લોટ, ન ભીડભાડ. ખૂબ જ સાદગીપુર્ણ લગ્ન કરવા અન્ય લોકોને પ્રેરણારુપ બનવા માટે નિરંજન પટેલ, અને વિપુલભાઈ પટેલ દ્વારા સાદગીપુર્ણ આયોજન કર્યું હતું. સગા સંબંધીઓએ નવદંપતિને કોલ કરી આશિર્વાદ પાઠવ્યા હતા.