શહેરના તમામ પ્લાન્ટ પરથી રોજ 50૦થી 100 લોકો રીફિલ કરાવે છે

શહેરના તમામ પ્લાન્ટ પરથી રોજ 50૦થી 100 લોકો રીફિલ કરાવે છે
Spread the love
  • શહેરના તમામ પ્લાન્ટ પરથી રોજ 50૦થી 100 લોકો રીફિલ કરાવે છે

શહેરના વટવા, ઓઢવ સહિતના દ્યોગિક વિસ્તારમાં ઓક્સિજન રીફિલિંગના 18 પ્લાન્ટ પર કોરોનાગ્રસ્ત દર્દીના સગાઓ એક-બે સિલિન્ડર લઈને રીફિલ કરાવવા આવે છે. દરેક પ્લાન્ટ પર રોજ 50થી 100 લોકો સિલિન્ડર ભરાવી જાય છે.

ઓક્સિજનની અછત દર્શવતા કરૂણ કિસ્સા

  • પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે ચીમકી આપી છે કે ઓક્સિજનનો જથ્થો 50 ટકા કરી દીધો છે. ઓક્સિજનના અભાવે જે દર્દી મૃત્યુ પામશે તેનો મૃતદેહ કલેક્ટર કચેરીએ રાખવામાં આવશે.
  • સુરેન્દ્રનગરના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ચીમકી આપી હતી કે જો ઓક્સિજન વગર કોઈનું મોત થશે તો તંત્રને જવાબદાર ઠેરવાશે.
  • સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં જામનગરની સરકારી હોસ્પિટલમાં વીડિયોમાં જ સ્ટાફ જુબાની આપી રહ્યો છે કે ઓક્સિજનનો સપ્લાય ઉપરથી ઓછો થતાં ઉપરથી આદેશ હતો કે દર્દીના ઓક્સિજનના માસ્ક કાઢી નાખજો.
  • મહેસાણાની નવજીવન કોવિડ હોસ્પિટલે દર્દીઓને 1 કલાકમાં અન્ય વ્યવસ્થા કરી લેવાનું કહેતાં ખળભળાટ મચી ગયો છે. મહેસાણામાં માત્ર એક અઠવાડિયામા શંકુઝ મેડીસીન હોસ્પિટલ, કડી ભાગ્યોદય હોસ્પિટલ અને હવે નવજીવન હોસ્પિટલે કોવીડ-19ના દર્દીઓની સારવારનો ઈનકાર કર્યો છે.
  • સુરતની સિવિલ-સ્મીમેર અને પ્રાઈવેટ હોસ્પિટલોમાં પૂરો પાડવામાં આવતો ઓક્સિજનનો જથ્થો ઘટાડી દેવાતા બુધવારે સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બંધ કરવા સાથે નવા કેસને નો-એન્ટ્રીનો આદેશ અપાયો હતો. 108માં આવેલા કોરોના સંક્રમિત દર્દીઓને પણ પરત મોકલી દેવાયા હતા.

વિપુલ મકવાણા (અમરેલી)

IMG-20210430-WA0011.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!