ડો.કાનાબાર અને વસંત મોવલિયાએ જનતાને સંજીવની પુરી પાડી માનવતા મહેકાવી

ડો.કાનાબાર અને વસંત મોવલિયાએ જનતાને સંજીવની પુરી પાડી માનવતા મહેકાવી
Spread the love
  • ઓક્સિજન રિફિલિંગ માટે પ્લાન્ટમાં અડચણ ઉભી થતા અમરેલીના હોમ આઇસોલેટેડ દર્દીઓ 2 દિવસ રામભરોસે હતા.
  • વસંતભાઈ મોવલિયા એ ભાજપ અગ્રણી ડો. ભરતભાઈ કાનાબારને જાણ કરતા ડો.કાનાબારે તાત્કાલીક ઘટતું કરાવી આપ્યું.
  • પ્રજાજનોની સતત ચિંતા કરતા ડો.કાનાબાર અને વસંત મોવલિયાએ જિલ્લાની જનતાને સંજીવની પુરી પાડી માનવતા મહેકાવી

કોરોના મહામારી વચ્ચે જ્યારે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે ત્યારે અમરેલીમાં પણ આ મહામારી એ માજા મૂકી છે, કંઈક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે, વહાલસોયા દીકરા ગુમાવ્યા છે ત્યારે અમરેલીમાં વિના મૂલ્યે ઓક્સિજન સેવા માટેનું પરબ વ્રજ ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના સહિયારા પુરુષાર્થ થી શરૂ થયું છે. હોમ આઇસોલેટેડ દર્દીઓ માટે આ સંસ્થાઓ દ્વારા ઘરે સારવાર માટે વિના મૂલ્યે ઓક્સિજન બોટલ આપવામાં આવે છે, ત્યારે આ માટે કાયમ બોટલો રિફીલિંગ કરવા માટે શિહોર મોકલવામાં આવતા હતા.

ઓક્સિજન રિફિલિંગ માટે પ્લાન્ટમાં અડચણ ઉભી થતા અમરેલીના હોમ આઇસોલેટેડ દર્દીઓ 2 દિવસ રામભરોસે હતા ત્યારે આ બાબત ની જાણ વસંતભાઈ મોવલિયાએ ભાજપ અગ્રણી ડો. ભરતભાઈ કાનાબારને કરતા ડો.કાનાબારે સમગ્ર વિગત નો અભ્યાસ કરી ખૂટતું જરૂરી કરવા સરકાર શ્રી અને ભાવનગર જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મોડી રાત સુધી મથામણ કરીને ઓક્સિજન રિફીલિંગ કરી ગાડીઓ અમરેલી પહોંચે તે માટે મોડી રાત સુધી કવાયત કરી હતી. જિલ્લાના પ્રજાજનોની સતત ચિંતા કરતા ડો. કાનાબાર અને વસંતભાઈ મોવલિયાએ ફરી એક વાર જિલ્લાની જનતા ને સંજીવની પુરી પાડી માનવતા મહેકાવી છે.

IMG_20210501_102038.jpg

Admin

Nilesh Parmar

9909969099
Right Click Disabled!