જામનગરમાં ધાર્મિક લાગણી દુભાઈ તેવા પોસ્ટર છાપવાનો મામલો, પ્લેઝર કલર લેબના મેનેજરની ધરપકડ

- પોસ્ટર પ્લેઝર કલર લેબમાં છપાયા હોવાનો ખુલાસો થયો
તાજેતરમાં જામનગરમાં પાંચ હાટડી વિસ્તારમાં અમુક શખ્સોએ ધર્મગુરૂના વિરુદ્ધ અણછાજતું લખાણ લખી જાહેરમાં પોસ્ટર ચિપકાવી કોમી ઉશખ્સોકેરણી જનક કૃત્ય કરવા બદલ જામનગર પોલીસે બે શખ્સો સામે ફરીયાદ નોંધી હતી. દરમિયાન પોલીસે આ પ્રકરણમાં પોસ્ટર છપાવનાર શખ્સ ઉપરાંત પાંચ સગીર મળીને નવ સામે કાનૂની કાર્યવાહી કરી હતી. જો કે તપાસ દરમિયાન આ પોસ્ટર શખ્સોહેરની જાણીતી કલર લેબમાં છપાયા હોવાનું સામે આવતા પોલીસે કલર લેબના મેનેજરને મદદગારીમાં લઇ ધરપકડ કરી હતી. મેનેજરની સામે કાર્યવાહી ન કરવા પોલીસ પર ભલામણનો મારો ચાલ્યો હતો પરંતુ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જામનગરના ચકચારી પ્રકરણની વિગત મુજબ જામનગરમાં પાંચહાટડી ચોકથી ભોયવાડા તરફ જતા રોડ પર ગત તા.20મીના રોજ રાતથી સવારે આઠ વાગ્યા પહેલા કોઇ અસામાજિક શખ્સોએ જાહેર માર્ગ પર હિન્દુ ધર્મના નરસિંહાનંદ મહારાજના પોસ્ટરો ચોટાડી, પોસ્ટરમાં ગુસ્તાખ કી એક સઝા સર તન સે જુદા, તેમજ ફોટાની નીચેના ભાગે હરામ કી પૈદાઇ શખ્સો ગુસ્તાખ આતંકવાદી નરસિંહા નંદ એમ લખી કોઇ વ્યકિતએ ઇરાદા પૂર્વક હિન્દુ સમાજની લાગણી દુભાવી જુદા-જુદા સમુદાયમાં દુમનાવટ થાય તેવુ વાતાવરણ ઉભું કર્યુ હતું. આ સંદર્ભે નરસિંહા નંદના શિષ્ય રવિભાઇ વિનોદભાઇ જેઠવાએ સિટી એ ડિવિઝન પોલીસ દફતરમાં અજાણ્યા શખ્સો સામે આઇપીસી કલમ 153 (ક), 295(ક) મુજબ ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદના આધારે પીઆઈ એમ જે જલુ સહિતના સ્ટાફે તપાસ હાથ ધર હતી. પોલીસે સીસી ટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોને આધારે તપાસ હાથ ધરી આજે સવારે જ આરોપીઓ મીતાક સૈયદબિન અઝરમી અને સાકીર રફીકભાઈ ખીલજી નામના બંને શખ્સોને પકડી પાડ્યા હતા. આ ઉપરાંત વિડીઓમાં દેખાતા પાંચ ટેણીયાઓ સહીત નવની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. આ શખ્સોની પૂછપરછમાં સામે આવેલ વિગતો મુજબ આરોપીઓએ શહેરની જાણીતી પ્લેઝર કલર લેબમાં છપાવી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને પીએસઆઈ મોઢવાડિયાએ કલરલેબમાં તપાસ કરી હતી.
જેમાં મેનેજર કેતન પટેલે રૂપિયા 2400માં 300 કોપી છાપી દીધી હોવાનું સામે આવ્યું હતું જેને લઈને પોલીસે મેનેજર કેતન પટેલની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી કરી હતી. શહેરની નામાંકિત કલર લેબના સંચાલકની ટીમે પણ કોમી એખલાસ ભર્યા વાતવરણમાં પલીતો ચાંપતા પોસ્ટર છાપી જુજ રૂપિયા કમાવવા માટે આ કૃત્ય કરતા શહેરભરમાં ફિટકાર વર્ષી રહ્યો છે. પોલીસસુત્રોના જણાવ્યા અનુસાર પ્લેઝર કલર લેબના મેનેજરની સામે કાનૂની કાર્યવાહી ન કરવા પણ અનેક મોટા માથાઓ મેદાનમાં આવી ફોન કર્યા હતા. પણ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરતા પોલીસની પ્રસંસા થઇ રહી છે.
– રોહિત મેરાણી (જામનગર)