ખેડબ્રહ્મા: સાબરકાંઠા જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગના ચેરમેનની PHC સેન્ટરોની મુલાકાત

યુવા અનસ્ટોપેબલ અને સાબરકાંઠા જીલ્લા પંચાયત ના સદસ્ય અને સિચાંઈ વિભાગ ના ચેરમેન હિંતેન્દ્રસિહ ચૌહાણ એ ખેડબ્રહ્મા તાલુકાના કલોલ તથા દેરોલ (PHC) ની મુલાકાત લઈ કોરોના અંગે ની જાણકારી મેળવી હતી. સાથે જરુરીયાત મંદ દર્દી ને સગવડ મળી રહે તે માટે કર્મચારી,ડોક્ટરો સાથે વાતચીત પણ કરી હતી
અને વર્ગ-૪ ના કર્મચારીઓ ને કોરોના મહામારીમાં કામગીરી કરવા બદલ યુવા ખેડબ્રહ્મા દ્વારા કીટ નુ વિતરણ કરવામાં આવ્યુ હતું. જેમા આજુબાજુ ગામોના સંરપંચશ્રીઓ તથા સ્થાનિક આગેવાનો, તથા યુવા ગ્રુપ ના પ્રમુખ બ્રીજેશ બારોટ હાજર રહ્યા હતા.
ધીરુભાઈ (ખેડબ્રહ્મા)