શખપુર ગામે થ્રેસરમાં આવી જતાં યુવાનનું મોત

જામનગર તાલુકા અને જામજોધપુરમાં અપમૃત્યુના બે બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે, જેમાં કોરોનાના ભયથી વૃદ્ધે ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો છે. જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામે રહેતા ભીખુભા નારૂભા જાડેજા (ઉ.વ.75) નામના નિવૃત વૃદ્ધ કોરોનાના રોગથી ભય લાગતો હોય અવાર-નવાર ઘરે તથા ગામમાં કહેતા હતાં કે, કોરોના થાય તે પહેલા મરી જવું છે, જે બાદ ગત તા.12/5ના રોજ પોતાના ઘરે સવારના 6 વાગ્યના સુમારે ઝેરી દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, જયાં તેમનું મૃત્યુ થતાં પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં જામજોધપુર તાલુકાના શખપુર ગામની સીમમાં કામ કરી રહેલા મયુરભાઇ મુળુભાઇ ડાંગર (ઉ.વ.30) નામનો યુવાન અકસ્માતે થ્રેસરમાં આવી જતાં તેને ગંભીર ઇજા પહોચવા પામી હતી. જેને સારવારમાં લઇ જતાં તેનું મૃત્યુ થતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
– રોહિત મેરાણી (જામનગર)