જામનગર શહેર-જિલ્લામાં તૌકતે વાવાઝોડાની અસર દેખાઈ

- પવન સાથે વરસાદી ઝાપટા વરસ્યા
- માવઠાના કારણે ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો
જામનગર શહેર જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો હતો. દિવસભર ઉકળાટભર્યા માહોલ બાદ સાંજના સમયે વરસાદ વરસતા શહેરી વિસ્તારમાં ઠંડક છવાઈ હતી. જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં સાંજના સાતેક વાગ્યાના અરસામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેર ઉપરાંત ઠેબા, થાવરિયા, વિંજરખી, સુવરડા સહિત કાલાવડ હાઈવે પરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જામનગર ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ઉનાળું પાકનું વાવેતર કરનારા ખેડૂતોનું ચિતામાં વધારો થયો છે.
– રોહિત મેરાણી (જામનગર)