જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત્

જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત્
Spread the love
  • નવા 319 કેસ નોંધાયા
  • કોરોનાની સારવાર દરમિયાન વધુ 50 દર્દીઓએ દમ તોડ્યો
  • 24 કલાક દરમિયાન 517 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા

જામનગર જિલ્લામાં કોરોનાનાને લઈ થોડા રાહતના સમાચાર આવ્યા છે. આજે વધુ એકવાર નવા કેસ કરતા ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધુ આવી છે. જામનગર જિલ્લામાં આજે 319 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 517 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે. જો કે, કોરોનાની સારવાર દરમ્યાન આજે પણ ચિંતાજનક રીતે 50 દર્દીઓના મોત નિપજ્યા હતા. જામનગર જિલ્લામાં આજે 319 કેસ નોંધાયા છે. જેમાં 212 કેસ શહેરી વિસ્તારમાં તો 107 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે.

કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 517 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 3 લાખ 64 હજાર 515 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 68 હજાર 887 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.વાવાઝોડાની આગાહીના પગલે હાલ ત્રણ દિવસ રસીકરણનો કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ રહેશે તેવી તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

– રોહિત મેરાણી (જામનગર)

Coronavirus-3.jpg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!