ખેડબ્રહ્મા : વાવાઝોડાની આગાહી થી ખેડબ્રહ્મા તાલુકાની પ્રજાને જાણવાજોગ સંદેશ

- ખેડબ્રહ્મા: વાવાઝોડાની આગાહીને લઈ ખેડબ્રહ્મા સ્થાનિક પ્રશાસન બન્યું એલર્ટ.
- વાવાઝોડાની આગાહીને લઈ ખેડબ્રહ્મા પ્રશાસન દ્વારા તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કરાયા.
- ખેડબ્રહ્મા તાલુકામાં સાત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ કાયૅરત.
ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી શ્રી શાહ સાહેબના જણાવ્યા અનુસાર ભારત સરકારના હવામાન ખાતાના બુલેટિન અનુસારઆગામી સમયમાં સૌરાષ્ટ્ર તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકવાની શક્યતા હોય તેની અસર સમગ્ર રાજ્યમાં થનાર હોઇ તેના કારણે અતિ ઝડપથી પવન ફૂંકાવાની તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે તેથી ખેડબ્રહ્મા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.
વાવાઝોડા પહેલા
- રેડિયો-ટીવી સમાચારો જાહેરાતોના સંપર્કમાં રહેવું.
- ઘરના બારી-બારણા અને છાપરાનું મજબૂતીકરણ કરવું.
- ફાનસ ટોચૅ ખાવાની વસ્તુઓ પાણી, કપડા જેવી તાત્કાલિક જરૂરિયાતની વસ્તુઓ ભેગી કરી તૈયાર રાખવી.
- જરૂરી અને કીમતી સામાન પ્લાસ્ટિકમાં પેક કરી શક્ય હોય તો ઉપરના માળે ખસેડી લેવો.
- વાહનો ચાલી શકે તેવી સ્થિતિમાં રાખવા.
- જોખમી વિસ્તારમાં રહેતા હોય તો વાવાઝોડાની પ્રથમ આગાહી સમય દરમિયાન જરૂરી જણાય તો સલામત સ્થળે ખસી જવું.
- પ્રાણીઓને સલામત સ્થળે લઈ જવા અને અફવા ફેલાવી નહીં
વાવાઝોડા દરમિયાન રાખવાની સાવચેતી
- પાણીના સ્ત્રોત થી દૂર ચાલ્યા જવું
- ઝાડ કે થાંભલા પાસે ઊભા રહેવું
- બહાર નીકળવું નહીં
- વીજ પ્રવાહ તથા ગેસ કનેક્શન બંધ કરી રાખવા
- ઘરના તમામ બારી બારણા બંધ રાખવા
વાવાઝોડા બાદ
- સૂચના મળ્યા પછી જ બહાર નીકળવું.
- અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહીં.
- બીજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપી દવાખાને ખસેડવા.
- કાટમાળમાં ફસાયેલા ઓને તાત્કાલિક બચાવ કરવો
- ખુલ્લા છૂટા પડેલા વાયરો ને અડવું નહીં.
- ભયજનક અતિ નુકસાન પામેલા મકાનની તાત્કાલિક ઉતારી લેવા.
- chlorine યુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો.
- ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છંટકાવ કરવો.
આમ, વાવાઝોડા દરમિયાન ઝાડ વીજળીના થાંભલા પડવા, મિલકતને નુકસાન થવુંકે અન્ય કોઇપણ અનિચ્છનીય ઘટના બને તો તાલુકા કક્ષાના સંબંધિત કંટ્રોલ રૂમ નો સંપર્ક કરવા ની જાહેર જનતાને વિનંતી કરવામાં આવે છે. તાલુકા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 02775 222 404, નગરપાલિકા કંટ્રોલરૂમ 02775 220021 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો.
ધીરુભાઈ ખેડબ્રહ્મા