15000 શિક્ષકો હજું સુધી આ ગ્રેડ પેથી વંચિત છે ત્યારે, શિક્ષકો હવે લડી લેવાના મુડમાં

15000 શિક્ષકો હજું સુધી આ ગ્રેડ પેથી વંચિત છે ત્યારે, શિક્ષકો હવે લડી લેવાના મુડમાં
Spread the love

• સરકારને આપી આવી ચિમકી

પ્રાથમિક શિક્ષકોના રૂ.4200 ગ્રેડ પેનું કોકડું હજુ સુધી ઉકેલાયું નથી. જેના કારણે શિક્ષકોએ ફરી એકવખત આંદોલનનું શસ્ત્ર ઉપાડ્યું છે. ગ્રેડ પે મામલે હજું પણ કેટલાક શિક્ષકોને લાભ ન મળતા શિક્ષકોએ હવે આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. શિક્ષકો એવું કહે છે કે, 19 નગરપાલિકા, 6 મહાનગરપાલિકના શિક્ષકોને હજુ સુધી રૂ.4200 ગ્રેડ પેનો લાભ મળ્યો નથી. જો આ મુદ્દાનો તા.4 ઓગસ્ટ સુધીમાં નીવેડો નહીં આવે તો તા.5 ઓગસ્ટથી શિક્ષકો ધરણાં પર ઊતરશે. રૂ.4200નો ગ્રેડ પે સરકારે જિલ્લા પંચાયતના શિક્ષકોને આપ્યો છે. 15000 શિક્ષકો હજું સુધી આ ગ્રેડ પેથી વંચિત છે. આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે આ મામલે હવે સરકારને ચીમકી આપી છે.

આ મામલે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્ઘાંત ખાખરીયા અને મહામંત્રી મનોજ પટેલે જણાવ્યું કે આ અંગે સરકારે જાહેરાત કરી હતી. જેમાં નગર પાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતના શિક્ષકોને રૂ.4200નો ગ્રેડ પે આપવાની વાત કરી હતી. આ માટે જ્યારે લોકલ ફંડને રજૂઆત કરવામાં આવી ત્યારે લોકલ ફંડે એવું કહ્યું કે, કોર્પોરેશનના શિક્ષકોને રૂ.4200નો ગ્રેડ પે આપવામાં આવતો નથી. એટલે અમારા બધાની સર્વિસ બુક પાછી મોકલી દીધી છે. સરકારને આ અંગે વારંવાર રજૂઆત કરી છે. પણ કોઈ સાંભળતું નથી. સરકારે આ મામલે હાથ ઊંચા કરી દીધા છે. હવે અમે સરકારને છેલ્લી વાર રજૂઆત કરવાના છીએ. સરકાર નહીં માને તો ધરણાં અને આંદોલન કરવાની તૈયારી પણ અમારા સંગઠન દ્વારા આરંભાઈ છે.

એવામાં તાજેતરમાં જ જામનગર ખાતે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘની રાજ્ય કારોબારી મિટિંગ મળી. જેમાં રૂ.4200 ગ્રેડ પે સહિતના પ્રશ્નો ઉપર ચર્ચા થઈ હતી. આ સાથે આગામી રણનીતિ નક્કી કરવામાં આવી. આ ઉપરાંત આશ્રિતોને ઉચ્ચક નાણાકીય સહાય તેમજ જિલ્લા ફેરબદલીથી આવનાર શિક્ષકોનું એક જ જગ્યાએ પેન્શન સહિત મુદ્દે નિયામકની દરખાસ્તોને સરકાર વહેલી તકે મંજૂરી આપે એવી ચર્ચા કરવામાં આવી. આ મિટિંગમાં જૂની પેન્શન યોજના અને સાતમા પગાર પંચના લાભના મુદ્દે પણ અન્ય સંઘ કર્મચારી યુનિયનોને સાથે રાખી સહકારથી આ પ્રશ્નો ઉકેલવા આયોજન કરાશે. કાર્યક્રમો નકકી કરવામાં આવ્યા છે.

રિપોર્ટ : રોહિત મેરાણી (જામનગર)

content_image_7d4d6326-86ab-4978-9fb6-f90ce14344f8.jpeg

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!