સુરત માં વેસુ વિસ્તારમાં તમંચાની અણીએ આધેડને ફેંકી દઇ કારની લૂંટ

સુરત માં વેસુ વિસ્તારની આગમ આર્કેડ નજીક આધેડને તમંચો બતાવી લૂંટારૂ કાર લૂંટીને ભાગી ગયો હતો. આધેડે પ્રતિકાર કરતા લૂંટારૂએ ઝપાઝપી કરી કાર હંકારી મુકતા આધેડ કારમાંથી નીચે પડી ગયા હતા.સુરત માં વેસુ વિસ્તારમાં આગમ આર્કેડ કોમ્પ્લેક્ષમાં આધેડ પરિવાર સાથે કારમાં શોપીંગ કરવા આવ્યા હતા. પરિવારના સભ્યો કોમ્પ્લેક્ષના પાર્કીંગમાં હતા. જયારે આધેડ રોડની સાઇડ પર કાર પાર્ક કરી રહ્યા હતા ત્યારે એક લૂંટારૂ ઘસી આવ્યો હતો અને તમંચો બતાવી જબરજસ્તી ડ્રાઇવીંગ સીટ પર બેસી ગયો હતો. જયારે આધેડ ડ્રાઇવરની બાજુની સીટ પર બેસી ગયા અને લૂંટારૂને કારમાંથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન લૂંટારૂએ આધેડ સાથે ઝપાઝપી કરી કાર હંકારી મુકતા આધેડ કારમાંથી નીચે પટકાયા હતા. ઘટનાની જાણ થતા ઉમરા પોલીસ દોડી આવી હતી અને ઘટના અંગે તપાસ હાથ ધરી છે. ખરેખર લૂંટ થઇ છે કે પછી અન્ય કોઇ બાબત છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
રીપોટ : ક્રિશાંગ ગાંજાવાલા
સુરત