જામનગર સહિત રાજ્યોમાં સરકારની ગાઈડલાઈન મુજબ શાળાઓ થઈ પુનઃ શરૂ

- વિધાર્થીઓની પૂરેપૂરી તકેદારી સાથે માસ્ક અને સેનેટાઈઝર તથા સોશિયલ ડિસ્ટન્સની જાળવણી સાથે શરૂ કરવામાં આવી
- વાલીઓના સંમતિપત્રક સાથે પ્રવેશઃ માસ્ક ફરજિયાતઃ ઓફલાઈન શિક્ષણનો પુનઃશરૂ
કોરોના મહામારીના કારણે સમગ્ર દેશમાં જ્યારે સ્કૂલો, કોલેજોને બંધ કરવાની ફરજ પડી હતી. ત્યારે હવે કોરોના મહામારીની બીજી લહેર ધીમે-ધીમે પૂર્ણ થઈ રહી છે ત્યારે સરકાર દ્વારા પણ પહેલો કોલેજોને શરૃ કરવામાં આવી ત્યારે પછી બોર્ડના રિપીટરો સહિતની પરીક્ષાઓ શરૃ કરવામાં આવી ત્યારે પછી ૧૦-૧રના વર્ગાે શરૃ કરવામાં આવ્યા એ જ રીતે આજ થી સરકારની ગાઈડલાઈન પ્રમાણે ધો. ૯ થી ૧૧ના વર્ગાે શરૃ કરવામાં આવ્યા છે. ત્યારે જામનગર શહેરમાં પણ સ્કૂલો હવે ધીમે-ધીમે અનલોક થઈ રહી છે.
આજ સવારથી ધો. ૯ અને ૧૧ના ઓફલાઈન વર્ગાે શરૃ કરવામાં આવતાં વિદ્યાર્થીઓમાં પણ સ્કૂલે જવા માટે એક અલગ જ આનંદ જોવા મળ્યો હતો. શહેરની સ્કૂલામાં વિદ્યાર્થીઓને સોશ્યલ ડિસ્ટન્સમાં બેસાડવામાં આવ્યા હતાં તેમજ ફરજીયાત માસ્ક પહેરી રાખવામાં પણ આવ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને વાલીઓના સંમતિપત્રકના આધારે જ પ્રવેશ અપાયો હતો. ઉપરોક્ત તસ્વીરમાં શહેરની સ્કૂલો અન-લોક થઈ અને ઓફલાઈન ક્લાસો શરૃ કરવામાં આવ્યા તે દૃશ્યમાન થાય છે.