ચાણોદ ખાતે આવેલ નર્મદા નદીમાં નવા નીર આવતા ગ્રામજનોએ વધામણાં કર્યા

ચાણોદ ખાતે આવેલ નર્મદા નદીમાં નવા નીર આવતા ગ્રામજનોએ વધામણાં કર્યા
Spread the love

હાલ સમગ્ર ગુજરાત માં ચોમાસુ જામ્યું છે. ડભોઇ તાલુકા માં પણ આજરોજ દિવસ દરમિયાન સારો વરસાદ પડ્યો હતો. ડભોઇ તાલુકા સહિત ઉપરવાસ માં પણ ભારે વરસાદ વરસતા ડભોઇ તાલુકાના યાત્રા ધામ ચાણોદ નર્મદા નદીમાં નવા નીર આવ્યા હતા. નવા નીર આવતા ચાણોદના નર્મદા ગ્રુપ તથા ચાણોદ બ્રહ્મ સમાજ આરતી મંડળ ગ્રુપ દ્વારા નવા નીર ના આરતી કરી ચૂંદડી તથા સાડી ચઢાવી, તેમજ શ્રીફળ વધેરી વધામણાં કરવામાં આવ્યા હતા અને ઉપરવાસમાં વરસી રહેલા સતત વરસાદના કારણે ઓરસંગ નદી અને હેરણ નદીનું પાણી ચાણોદ નર્મદામાં આવતા નર્મદા નદીમાં પાણીની સારી આવક થઈ હતી. નર્મદામાં નવા નીર આવતા પાણીનું જળ સ્તર વધતા સ્થાનિક નાવિકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

સાથે જ નવા નીર આવતા જ ખેડૂતો માં પણ ખુશીનીં લહેર જોવા મળી હતી. છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો હતો. ખેડૂતો એ વરસાદની આશા એ પકવેલ ઉભો પાક વરસાદ ખેંચાતા બગડી જવાની ભીતિ સેવાયી રહી હતી. જેથી ખેડૂતો વરસાદ પર મીટ માંડીને બેઠા હતા. જે બાદ હાલ સારો વરસાદ વરસતા તમામ નદીઓમાં પાણીની સારી આવક થતા તાલુકા ના ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા. નર્મદા માં પાણીની આવક થતા ત્રિવેણી સંગમ ખાતે 3 નદીઓનું મિલન થયું હતું.નર્મદા માં પાણી ની આવક વધતા ચાણોદ નદી કિનારે પગથિયાં પર પાણી જોવા માટે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા.

રીપોર્ટ : ચિરાગ તમાકુવાલા (ડભોઇ)

IMG-20210726-WA0024.jpg

Avatar

ચિરાગ તમાકુવાલા

Right Click Disabled!