કડીમાં લાંબા વિરામબાદ 4.5 ઈંચ વરસાદથી વનરાજી મહેકી ઊઠી

કડીમાં લાંબા વિરામબાદ 4.5 ઈંચ વરસાદથી વનરાજી મહેકી ઊઠી
Spread the love
  • રાત્રિ દરમિયાન વીજળી ડૂલ થઈ જતા શહેરીજનો પરેશાન.

કડી પંથકમા લાંબા વિરામ બાદ શનિવારે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી.ઘનઘોર કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા.સૂર્યાસ્ત પહેલા અંધકાર છવાઈ ગયો હતો.મેઘરાજા મન મુકીને વરસી પડશે તેવી આશાએ જગતનો તાત આકાશ સામી નજર નાખીને બેઠો હતો.પંથકમા છેલ્લા 48 કલાકમા સતત હળવાથી ભારે વરસાદી ઝાપટા રૂપે પંથકમા 4.5 ઈંચ વરસાદ ખાબકી પડતા જગતના તાત સાથે હરિયાળી મહેંકી ઉઠી હતી. મેઘરાજા એક માસનો લાંબો વિરામ લેતા પંથકના લોકો આકરી ગરમી અને બફારાથી હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા.

જગતનો તાત આકાશ સામી નજર નાખીને મુરઝાતી મૌલાતને લઈ ચિંતીત હતો.અંતે વરૂણદેવ રિઝી ઉઠતા શનિવારે કડી પથકમા મેઘરાજાની સવારી આવી પહોંચતા જીવસૃષ્ટિ ખીલી ઉઠી હતી.સતત બે દિવસ 48 કલાક દરમ્યાન હળવાથી ભારે વરસાદી ઝાપટા રૂપે પંથકમા 111 મીમી વરસાદ ખાબકી પડતા જગતના તાત સાથે વનરાજી મહેંકી ઉઠી હતી.રાત્રિ દરમિયાન હળવાથી ભારે વરસાદી ઝાપટારૂપે વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાવાની સમસ્યાને લઈ શહેરીજનો ભારેઉચાટમા હતા.ઝરમર વરસાદ વચ્ચે પાણીનો નિકાલ સતત ચાલુ રહેતા પાણી ભરાવાની સમસ્યા ન ઉભી થતા સ્થાનીક રહીશોએ રાહત અનુભવી હતી.પંથકમા સતત વરસાદ ચાલુ રહેતા લાંબા વિરામ બાદ ઠંડક વચ્ચે ચોમાસુ માહોલ છવાયો હતો.

કડી પંથક માં વરસાદ વરસતાં ખેડૂતોએ ડાંગર સહિતના પાકોની વાવણી ની શરુઆત કરી
કડી પંથકમાં વરસાદ વરસતા ખેડૂતોએ ડાંગર સહિતના પાકોની વાવણી ની શરુઆત કરી હતી છેલ્લા કેટલાક દિવસથી વરસાદે વિરામ બાદ છેલ્લા 48 કલાકમાં કડી પંથકમાં 4.5 ઇંચ વરસાદ વરસતા પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને ખેડૂતોએ પોતાના ખેતરમાં ડાંગર સહિતના પાકો ની વાવણીની શરુઆત કરી હતી

કડીમા રાત્રિ દરમિયાન વીજળી ડૂલ થઈ જતા ગ્રાહકો ત્રાહિમામ.કચેરીનો ફોન સતત વ્યસ્ત
કડી પંથકમા શનિવારે રાત્રિ દરમિયાન લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ હતી.બે ઈચ વરસાદમા કડી વીજ કંપનીની પ્રિ મોનસુન કામગીરીની વરસાદે પોલ ખોલી નાખી હતી. મધરાતથી વીજળી ડૂલ થઈ જતા શહેરીજનો પરેશાન થઈ ઉઠ્યા હતા.બહાર વરસાદ અને ઘરમા વીજળી ગૂલ રહેતા લોકોની ઉઘ હરામ થઈ ગઈ હતી.પરેશાન થઈ ઉઠેલ વીજ કંપનીના ગ્રાહકો સતત કચેરી કંટ્રોલ રૂમનો સંપર્ક કરતા ફોન સતત વ્યસ્ત રહેતા શહેરીજનો ભારે રોષે ભરાયા હતા.

IMG-20210726-WA0007.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!