રાજ્યમાં પ્રથમવાર મહેસાણા ખાતે ડ્રોન દ્વારા આતંકી હુમલાને નિષ્ફળ બનાવવા મોકડ્રીલ યોજાઇ

- હવાઈ હુમલા ને અટકાવવા મોકડ્રિલનું આયોજન કરાયું
- ડ્રોન એટેક ઓપરેશનને નેત્ર નામ અપાયું
મહેસાણા ખાતે આવેલ બલોલ જી.જી.એસ માં ડ્રોન દ્વારા આતંકવાદી હુમલો કરાયો છે જેને નિષ્ફળ બનાવવા ની મોકડ્રિલ મહેસાણા પોલીસ દ્વારા યોજવામાં આવી હતી જેમાં મહેસાણા એસ.ઓ.જી પોલીસ અને ઓ.એન.જી.સી સુરક્ષા વિભાગ દ્વારા ડ્રોન મારફતે થેયલ આતંકવાદી હુમલા ને નિષફળ બનાવવા માટે સંયુક્ત ઓપરેશન યોજવામાં આવ્યું હતું. ગયા વર્ષે ભારત દેશ માં એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા ને ધ્યાનમાં રાખી દેશ ના ગૃહવિભાગ દ્વારા તમામ સુરક્ષા એજન્સીઓ ને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી તેમજ સમયાંતરે આવતા રાષ્ટ્રીય પર્વ દિન ઉજવણી ને લઈને સતર્ક રહેવા જણાવેલ છે જે ને લઈને ગૃહવિભાગ દ્વારા ડ્રોન જેવા હવાઈ હુમલા ને અટકાવવા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર અને ગાઈડલાઈન ઈશ્યુ કરવામાં આવી છે.
જેને લઈને આજે મહેસાણા ઓ.એન.જી.સી સુરક્ષા વિભાગ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે હે ઈસમો મહેસાણા જિલ્લા માં ગમાનપુરા ગામ નજીક આવેલ ઓ.એન.જી.સી ના બલોલ જી.જી.એસ 02 ઉપર ડ્રોન દ્વારસ આતંકી હવાઈ હુમલો કરવાની ગુજરાત રાજ્ય માં પ્રથમ વાર બાતમી મળી હતી જોકે આ મોક ડ્રિલ માં ઓ.એન.જી.સી મહેસાણા સુરક્ષા વિભાગ દ્વારા મહેસાણા પોલીસ કંટ્રોલ રૂમ માં જાણ કરાઈ હતી ત્યારબાદ મહેસાણા એસ.ઓ.જી પોલીસ ,બી.ડી.ડી.એસ.ડોગ સ્કોડ.સંથલ પોલીસ સ્ટેશન ટિમ.ઓ.એન.જી.સી મહેસાણા એસ.આર.પી ગ્રુપ 15 ટિમ અને ઓ.એન.જી.સી મહેસાણા સુરક્ષા વિબજાગની તેમજ સી.આઈ. એસ.એફ ની ટિમ આ મોક ડ્રિલમાં જોડાઈ હતી અને બલોલ જી.જી.એસ 2 ગમાંન પુરા ગામ નજીક હાજર રહેલ અને આ ડ્રોન એટેક ના ઓપરેશન ને નેત્ર નામ આપવામાં આવ્યું હતું .
ડ્રોન દ્વારા આતંકી હુમલા ને અટકાવવા માટે ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું જોકે આ મોકડ્રિલ માં પોલીસે બે આતંકવાદી ને ડ્રોન, રિમોન્ટ કંટ્રોલ, લેપટોપ, દૂરબીન, પીસ્ટલ,રિવોલ્વર, મેપ,અને એક ગાડી ને ઝપ્ત કરી હતી. જોકે સમગ્ર મોકડ્રિલ ના આયોજન માં એસ.ઓ.જી પી.એસ.આઇ એ.યુ.રોજ, અને ઓ.એન.જી.સી સુરક્ષા વિભાગ ના ડી.બી.જોષી અને આઇ. જી પ્રજાપતિ પોતાની ટિમો સાથે આ મોકડ્રિલ માં હાજર રહ્યા હતા જોકે આ પ્રકાર ની મોક ડ્રિલ નું આયોજન સમગ્ર ગુજરાત માં પ્રથમ વાર મહેસાણા ખાતે યોજવામાં આવ્યું હતું.