જ્યાં સુધી ગામડા ના ગરીબો ને રોટી કપડાં મકાન નહિ ત્યાં સુધી માત્ર એક પોતડી પહેરીશ ની પ્રતિજ્ઞા

જ્યાં સુધી ગામડા ના ગરીબો ને રોટી કપડાં મકાન નહિ ત્યાં સુધી માત્ર એક પોતડી પહેરીશ ની પ્રતિજ્ઞા
Spread the love

જ્યાં સુધી ગામડા ના ગરીબો ને રોટી કપડાં મકાન નહિ ત્યાં સુધી માત્ર એક પોતડી પહેરીશ ની પ્રતિજ્ઞા (ત્યાગ તિતિક્ષા ની તપો મૂર્તિ) સ્વ શાશન ના હિમાયતી મહાત્મા ગાંધી અને બળવંત મહેતા ને સ્વ શાશન દીને નમન

પાયા ની લોકશાહી એટલે લોકો દ્વારા ચાલતી શાશન વ્યવસ્થા લોકશાહી નું હદય ગામડા ઓમાં વસે છે સ્વ શાશન એટલે પોતા ના દ્વારા ચાલતી શાશન વ્યવસ્થા પંચાયતી પૌરાણિક યુગ થી પ્રચલિત (પંચ પરમેશ્વર) “પંચ આયાત” મહાભારત ના શ્લોક ૮૩ શાંતિ પર્વ મનુસ્મૃતિ માં ગ્રામસેવા રામાયણ માં સ્વાયત જનપદ કોટિલ્ય ગ્રામવ્યવસ્થા રાજપુતાના રાજ માં પંચકુળ ગ્રીક ચીન ગુપ્તયુગ ચૌલવંશ થી લઈ અંગ્રેજો સુધી ના શાશન માં પંચાયતી રાજ નો અનુલીનિર્દેશ જોવા મળે છે
મહાત્મા ગાંધી ની હિમાયત ને સાકાર કરતી પંચાયતી રાજ વ્યવસ્થા ને બળ મળ્યું સ્વ બળવંત મહેતા ની સરકાર માં ત્યાર થી ૩૧ ઓગસ્ટ ને સ્વ શાશન દિન તરીકે ઉજવાય છે
પણ પંચાયતી રાજ કાવાદાવાથી પ્રવૃત લોકશાહી માટે લાંછનજનક બાબત રાજ્યસભા લોકસભા કે વિધાનસભા ને પણ ટપી જાય તે હદે કાવાદાવા થી પ્રવૃત પંચાયતી રાજ લોકશાહી માટે લાંછન કહેવાય
સ્વ શાશન દીને શિબિરો કરીએ અને ત્યાગ ના બાગ સમા વક્તવ્ય પવિત્રતા સ્વચ્છ વહીવટ પારદર્શી આચરણ ક્યાં? બધુ ક્ષણભંગુ સ્વ બળવંત મહેતાને એક દિવસ માટે જોરશોરથી યાદ કરાય છે પણ ગામડા ની અવદશા ચાલવા યોગ્ય રોડ રસ્તા નથી પાયાની સુવિધા શિક્ષકો શાળા ના ઓરડા પ્રાથમિક આરોગ્ય પીવા ના શુદ્ધ પાણી જાહેર કે વ્યકિગત ટોઇલેટો નથી
રહેવા ઘર નથી જયારે મુળભુત લોકશાહીને વર્ણવીએ અને લોકશાહીના પ્રાણસમી પંચાયતો ના ગેર.વહીવટ થી કેટલીક પ્રજાને બેટાઇમ ખાવાનું પણ નથી મળતું ત્યારે આપણી લોકશાહી ના રખેવાળ ગણાતા પદાધિકારી ઓને આદર્શ ગામની ઉપમા આપવી સ્થાનિક પદાધિકારીઓને લોકશાહી ના રખેવાળ ગણાતા ડગલાંધારી નેતા એસી ગાડીમાં ફરતા શાસકો મોટાભાગે (ભ્રષ્ટાચારી) મોટા ભાગ ની ગ્રામ પંચાયતો મહાત્મા ગાંધીજીના એક વચન ઉપર મંથન કરે કે દેશના બાંધવોને જયાં સુધી પાયાની સુવિધાઓ આરોગ્ય શિક્ષણ સકાઈ રસ્તાઓ અન્ન કપડાં અને જન સુખાકારી ન મળે ત્યાં સુધી માત્ર એક પોતડી પહેરીશ છે હિંમત ? સામુહિક વિકાસ ના સાધનો મુઠીભર બુદ્ધજીવી ઓના હાથ માં વિકાસ ની અસમાનતા પંચાયતી રાજ કાવાદાવા થી પ્રવુતિ પ્રતિસ્પર્ધી ને પાડી દેવા રાષ્ટ્રીય નેતાગીરી જેવી મલીન વૃતિઓમાં રચ્યાપચ્યા રહેતા નેતા ઓ આવી પ્રતિજ્ઞા લઈ શકે ખરા ? લોકશાહીના મંદિર સમી પંચાયતો માં હીન પ્રવૃત્તિ ઓ લોકશાહીને પવિત્ર રહેવા દે ખરા? પ્રશ્ન પૂછવા ના પણ પૈસા આ દેશમાં ચુકવવા પડે છે સ્થાનિક કચેરીઓની બાગડોર સંભાળવા જે લોકો એ વિશ્વાસ મુકયો તે વચનપૂર્તિ નિભાવી છે ખરી ?
જે લોકો ના કિંમતી મત થી ચૂંટાઈ પૃથ્વી થી લઈ બ્રહ્માંડ સુધી તમારી શાન વધી ગધા માંથી ગજરાજ જેવી ગરિમા આપી તમે હતા તેજ છો? ગાંધીજીને ગુલામીનું ગુંગળામણ ન થયું હોત તો દેશ કદાચ આઝાદ ન થયો હોત અને સ્વેફિશ હોત તો જગત ના સૌથી મોટા સોલિસીટર બન્યા હોત પણ સ્વરાજ્ય પાયા ની લોકશાહી માટે સમર્પિત સ્વરાજ્ય ના હિમાયતીઓ ને માત્ર એક દિવસ જ જોરશોર થી યાદ કરાય છે સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થા માં ચૂંટાઈ ને
તમારા ગામડે ગામડે સ્વાગત સામૈયા બીસ્લેરી પાણી ની બોટલો સોફા ટેબલ સ્ટેજ ખુરશી ઓ બત્રીસ પકવાન પીરસાય શ્રી માન મહોદય જેવી અનેકો ઉપલબ્ધી હારતોરા ફૂલ ગુલદસ્તા થી તમારો સત્કાર થાય ગદગદિત કરતું બહુમાન થાય તે પ્રજા તડકા માં તમને સાંભળવા તપતી હોય ગુંદી ગાંઠીયા અને પીવા ના પાણી માટે લાઈનો માં ઉભી હોય તે ગામડા ની જનતા માટે તમે રસ્તા પરિવહન આરોગ્ય પીવા ના પાણી પારદર્શી વહીવટ કર્યો છે ખરો ? જેમના મત થી ચૂંટાઈ ને સરમુખત્યાર જેવો ઠાઠ ભોગવતા જનપદ પ્રતિનિધિ ઓ “સૌ મેં સે અસી બેઇમાન ફી ભી મેરા દેશ મહાન” સ્વ શાશન દીને લોકશાહી ના જ્યોતિધરો પ્રમાણિકતા નો પર્યાય ખરા જનપદી ત્યાગ તિતિક્ષા ની તપો મૂર્તિ ઓને કોટી કોટી નમન સ્વ શાશન દીને સ્વ કેન્દ્રીય નહિ પણ સર્વો ને કેન્દ્ર માં રાખી સામાજિક સંવાદિતા થી ગ્રામ પંચાયતો ચાલે લોકો ને મૂળભૂત સુવિધા ઓ યોગ્ય રૂપ માં મળે તે સ્વ શાશન આપવા ઉચ્ચ અંતરશુદ્ધિ પ્રતિબદ્ધ બનો

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

IMG_20210831_183721.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!